________________
82
।। ભક્તામર તુર્થ્ય નમઃ II
પણ તેમનું આલંબન લેવારૂપ ભક્તિ કરવામાં આવે છે.
આમ તો ૨૪ તીર્થંક૨ શાંતિ પ્રદાન કરે છે તેથી કોઈ પણ જિનેશ્વરદેવની શાંતિ મેળવવા માટે ભક્તિ કરી શકાય છે. પરંતુ ૨૪ તીર્થંક૨માંથી ૧૬મા શ્રી શાંતિનાથ ભગવાનને વિશિષ્ટ રૂપથી શાંતિદાયક માનવામાં આવે છે. શાંતિનાથ ભગવાનને અનુલક્ષીને જેટલાં પણ સ્તોત્રની રચના થઈ છે તે સર્વમાં શાંતિની જ વાત થઈ છે. ઉદાહરણ તરીકે લઘુશાંતિસ્તવની રચના શ્રી માનદેવસૂરિએ કરી છે તેમાં મરકીના ઉપદ્રવથી શાંતિ મેળવવા માટે શાંતિનાથ ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે.
આથી કરીને એ વાત સિદ્ધ થાય છે કે શાંતિ-ભક્તિમાં વિશેષરૂપથી શ્રી શાંતિનાથ ભગવાનની ભક્તિ કરવામાં આવે છે.
શાંતિ ભક્તિ : આચાર્ય પૂજ્યપાદે શાંતિ ભક્તિમાં લખ્યું છે કે, “જિનેન્દ્રના ચરણોની સ્તુતિ ક૨વાથી સમસ્ત વિઘ્નો અને શારીરિક રોગ દૂર થઈ જાય છે. જેવી રીતે મંત્રોના પાઠથી સાપનું ભયંકર વિષ શાંત થઈ જાય છે.''
જિનેશ્વરદેવની ભક્તિથી બધા જ પ્રકારનાં વિઘ્નોનો નાશ થાય છે તથા શારીરિક રોગ ગમે તેવા હોય પરંતુ તેમાંથી મુક્ત થવાય છે અને કાયા નિરોગી બને છે. અન્ય પ્રાણીઓએ કરેલા ઉપદ્રવો પણ તેમની ભક્તિ કરવાથી શાંત થઈ જાય છે. તેમની ભક્તિ કરવાથી નિત્ય સુખની પ્રાપ્તિ થાય છે. જેવી રીતે ગ્રીષ્મ ઋતુના ઉગ્ર તાપથી ત્રસ્ત થયેલા જીવને પાણી અને છાયામાં શાંતિ મળે છે તેવી જ રીતે સંસારનાં દુઃખોથી ત્રસ્ત-દુઃખી થયેલો જીવ પ્રભુભક્તિથી, તેમના ચરણોમાં શાંતિ મેળવે છે.
શાંતિનાથ ભગવાનની ભક્તિ : આચાર્ય સોમદેવ શાંતિનાથ ભગવાનની ભક્તિ કરતાં જણાવે છે કે, “શાંતિ ક૨વાવાળા શાંતિનાથ ભગવાન ! ભવદુઃખરૂપી અગ્નિ પર ધર્મામૃતની વર્ષા કરનારી અને શિવ-સુખ દેનારી શાંતિ મને પ્રદાન કરો.'
શાંતિ ભક્તિમાં ‘શાંત્યાષ્ટક'નો પ્રારંભ કરતાં આચાર્ય પૂજ્યપાદ જણાવે છે કે, “હે શાંતિ જિનેન્દ્ર ! અનેક શાંત્યાર્થી જીવ, આપના પાદપદ્મોનો આશ્રય લઈને તરી ગયા છે, તેઓએ શાશ્વત મોક્ષરૂપ શાંતિ પ્રાપ્ત કરી લીધી છે. મારા પર કૃપાદ્દષ્ટિ કરો, હું ભક્તિપૂર્વક શાંત્યાષ્ટકનો પાઠ કરી રહ્યો છું.'
૧૦મી સદીમાં થયેલા શ્રી શોભનમુનિ શાંતિના ફળના સંદર્ભમાં જણાવે છે કે, “શાંતિ જિનેન્દ્રનાં પ્રવચનોને સાંભળવા માત્રથી આ જીવ શાશ્વત શાંતિ પ્રાપ્ત કરી લે છે.''
તાત્પર્ય કે સર્વ પ્રકારની શાંતિની પ્રાપ્તિ માટે શ્રી શાંતિનાથ ભગવાનના ચરણયુગલની ભક્તિ કરવી જોઈએ. જેના થકી સર્વ વિઘ્નો દૂર થાય છે અને મંગલની પ્રાપ્તિ થાય છે. આ મંગલનું ફળ પણ શાશ્વત, અવિનાશી છે. અનેક ગ્રંથકારોએ ગ્રંથના અંતિમ મંગલાચરણમાં સમગ્ર લોકના