________________
શ્રી ભક્તામર સ્તોત્ર 261 પ્રભુ, તમે સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ યોગને અથવા તો અષ્ટાંગયોગને સારી રીતે જાણેલો છે. મોક્ષમાર્ગમાં જોડનારો જે ધર્મવ્યાપાર છે તે જ યોગ છે અને આ વ્યાપાર આપે સારી રીતે જાણેલો છે તથા ઉપદેશેલો છે.
(૧૨) અનેક : હે પ્રભુ ! આપને અનેક પણ કહેવામાં આવે છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યસૂરિજીએ કહ્યું છે :
_ 'नामाकृतिद्रव्यभावेः पुनतस्त्रिजगज्जनम् ।
क्षेत्रे काले च सर्वस्मिन्नर्हतः समुपास्महे ।।' કારણ કે તમે અનેક ગુણોથી યુક્ત છો. અથવા તો તમે જુદાં જુદાં ૧૦૦૮ નામોથી ઓળખાઓ છો. અથવા તો તમે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ વડે જગતને પવિત્ર કરો છો. તેથી જ આપને અનેક કહ્યાં છે તે યથાયોગ્ય છે.
(૧૩) એક : હે પ્રભુ ! આપને એક પણ કહેવામાં આવે છે. કારણ કે તમે ત્રણેય લોકમાં અદ્વિતીય છો. પુરષોત્તમ છો. અને એક જીવદ્રવ્યની અપેક્ષાએ એક જ છો.
આત્માનું નિજ શુદ્ધ સ્વરૂપ એક છે. અહીં આત્મા અને પરમાત્મા એક છે. અતઃ બિલકુલ એક સમાન થઈ ગયા. મારા અને તમારામાં કોઈ ભેદ નહિ. મારા અને તમારાનો ભેદ તૂટી રહ્યો છે. આત્માનું સ્વરૂપ મારું અને તમારું એક છે. તેમાં કોઈ અંતર નથી. દરેક જણ આત્માનું એક શુદ્ધસ્વરૂપ ધરાવે છે. તેથી પ્રભુને એક કહ્યા છે.
(૧) જ્ઞાનસ્વરૂપ: હે પ્રભુ! આપને જ્ઞાનસ્વરૂપ કહેવામાં આવ્યા છે. આપનું સ્વરૂપ જ્ઞાનમય છે. સર્વ કર્મોનો ક્ષયોપશમ થઈ જવાથી અજ્ઞાનનો સર્વથા નાશ થયો અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. આથી આપ જ્ઞાનસ્વરૂપ છો.
આચાર્ય શ્રી રાજયશસૂરિ મ.સા. કાવ્યાત્મક પરિભાષામાં પ્રભુના જ્ઞાનસ્વરૂપ વિશે જણાવતાં લખે છે કે :
‘તું જ્ઞાનનો દરિયો... તું જ જ્ઞાન સ્વરૂપ, જે જ્ઞાન એ તું જ, જે તું એ જ જ્ઞાન.
તેથી જ્ઞાનીઓએ કહ્યું આ તો જ્ઞાનસ્વરૂપ છે."* (૧૫) અમલ : હે પ્રભુ ! આપને અમલ અર્થાત્ મલ વડે રહિત કહેવામાં આવ્યા છે. કારણ કે તમારામાં દોષરૂપી કોઈ મલ રહેલો નથી. તમે અઢાર દોષથી રહિત છો, એ વાત સુપ્રસિદ્ધ છે.
આ અઢાર દોષો નીચે પ્રમાણે છે.
(૧) દાનાન્તરાય (૨) લાભાન્તરાય (૩) વીર્યાન્તરાય (૪) ભોગાન્તરાય (૫) ઉપભોગાન્તરાય (૬) હાસ્ય (૭) રતિ (૮) અરતિ (૯) ભય (૧૦) જુગુપ્સા (૧૧) શોક (૧૨) કામ (૧૩) મિથ્યાત્વ (૧૪) અજ્ઞાન (૧૫) નિદ્રા (૧૬) અવિરતિ (૧૭) રાગ અને (૧૮) વેષ.