________________
જિનભક્તિ જ 9 તાત્પર્ય કે શ્રી જિનેશ્વરદેવ પાસે યાચના કરવામાં આવી છે કે ભક્તનો જ્યારે અંતિમ સમય આવે ત્યારે તેનું ધ્યાન પ્રભુ ભક્તિમાં જ લીન હોય કે સિદ્ધ ભક્તિમાં રત હોય. આવા પ્રકારનું મરણ થાય તો તે સમાધિમરણ છે અને આવા સમાધિમરણથી ચોક્કસ આત્માની ઉન્નતિ જ થાય છે અર્થાત્ આત્મા મોક્ષસુખને અવશ્ય પ્રાપ્ત કરે છે. તેથી જ દરેક ભક્તજને સમાધિમરણની વાંચ્છના કરી છે.
શ્રુતજ્ઞાનને સમ્યગુ પ્રકારે પામેલા જેને આચાર્યો, શાસ્ત્રકારોમાં કોઈ એવું નથી કે જેણે ભગવાનના ચરણયુગમાં સ્તુતિ-સ્તોત્રરૂપ પુષ્પોની માળા અર્પણ ન કરી હોય. આવાં વિવિધ સ્તોત્રમાં તેમણે ભિન્ન ભિન્ન પ્રકારની ભક્તિનાં દર્શન કરાવ્યાં છે. તેમણે ભક્તિના ૧૨ પ્રકાર કર્યા છે પરંતુ તીર્થકર ભક્તિ અને સમાધિ-ભક્તિને બીજામાં સમાવિષ્ટ કરીને ૧૦ ભક્તિની જ માન્યતા ચાલી આવી છે.
સિદ્ધ ભક્તિના રૂપમાં નિષ્કલ બ્રહ્મ અને તીર્થકર ભક્તિમાં સકલ બ્રહ્મનું માત્ર વિવેચન કરવામાં આવ્યું છે. અન્યથા બંને એક જ છે.
શાંડિલ્ય અને નારદનાં ભક્તિસૂત્રોમાં, હરિભક્તિરસામૃત સિંધુમાં જ્ઞાન, યોગ અને સમાધિને જ્ઞાનક્ષેત્રના વિષય માનીને ભક્તિથી જુદા રાખવામાં આવ્યાં છે. પરંતુ અહીંયાં શ્રતભક્તિમાં પાંચ પ્રકારનાં જ્ઞાન, યોગી ભક્તિમાં યોગ અને સમાધિ ભક્તિમાં વિવિધ પ્રકારની ભક્તિ કરવામાં આવી છે.
પંચપરમેષ્ઠી ભક્તિ અને આચાર્ય ભક્તિ ગુરભક્તિથી સંબંધિત છે. માત્ર જૈનમાં જ નહીં પરંતુ અન્ય ભારતીય પરંપરામાં ગુરુનું પ્રતિષ્ઠિત સ્થાન છે. પંચપરમેષ્ઠીમાં અરિહંત અને સિદ્ધનો પણ સમાવેશ છે. સાથે સાથે આચાર્ય ઉપાધ્યાય અને સાધુનો આમાં સમાવેશ થયેલો છે. અને આ ત્રણે ગુરુસ્થાને પ્રતિષ્ઠિત થયેલા છે.
જેન ભક્તોમાં આરાધ્યદેવ માત્ર દર્શન અને જ્ઞાનથી જ નહીં પરંતુ ચારિત્રથી પણ અલંકૃત છે. ચારિત્રનો મહિમા બધા જ સ્થાને ગાવામાં આવ્યો છે. પરંતુ તેને ભક્તિથી અલગ માનવામાં આવ્યા છે. અહીંયાં દશ ભક્તિમાં ચારિત્રની પણ ભક્તિ કહી છે. ચારિત્ર અને ભક્તિનો આવો સમન્વય અન્યત્ર દુર્લભ છે. ચારિત્ર ભક્તિ એક એવી ભક્તિ છે જેનો સંબંધ એક તરફ બાહ્ય સંસારથી છે, તો બીજી તરફ આત્માથી છે. આના કારણે જ સમગ્ર વ્યક્તિત્વમાં શાલીનતા દૃષ્ટિગોચર થાય છે.
જ્ઞાનાત્માનું લક્ષ્ય હોય છે નિર્વાણ. તેને પણ ભક્તિનો વિષય બનાવીને નિર્વાણભક્તિની રચના કરવામાં આવી છે. તેમાં જેને નિર્વાણભૂમિઓ અને તીર્થયાત્રાઓનું વિવેચન છે.
નંદીશ્વર દ્વીપમાં આવેલાં બાવન જિનચૈત્યાલયો અને પ્રતિમાઓની પૂજા-વંદનાની વાત નંદીશ્વર ભક્તિમાં કરવામાં આવી છે. ત્યાં કાર્તિક, ફાગણ અને અષાઢ મહિનાના અંતિમ આઠ