________________
124 - || ભક્તામર સુભ્ય નમઃ | થઈ ગયાં. તેઓ તેમની સટિકામાં ઉજ્જયિનીને ઘટનાસ્થળે દર્શાવે છે. વૃદ્ધ ભોજ રાજને તેઓએ રાજા કહ્યો છે. પરંતુ બાણ અને મયૂરની પ્રતિસ્પર્ધાની કથા પ્રચલિત દંતકથા અનુસાર આપી છે. શ્રી માનતુંગસૂરિની ચમત્કારકથામાં એક નાની વિશેષ વિગત આપી છે કે સૂરિજીના એક એક શ્લોકની રચનાની સાથે જ એક પછી એક બંધન તૂટતાં જાય છે અને ૪રમાં શ્લોકની સમાપ્તિ થતાં જ ઓરડાનાં તાળાં પણ તૂટી ગયાં અને સૂરિજી બહાર આવી ગયા.
૧૫મી સદીના પ્રારંભમાં શ્વેતામ્બર સંપ્રદાયની પટ્ટાવલિઓમાં પણ આ ચમત્કારિક ઘટનાનો ઉલ્લેખ જોવા મળે છે. ઈ. સ. ૧૪૧૦માં થયેલા તપાગચ્છીય સોમસુંદરસૂરિના શિષ્ય મુનિસુંદરસૂરિની ગુર્નાવલીમાં આ ઘટનાનો ઉલ્લેખ મળે છે અને ભક્તામર' સિવાય ભયહર સ્તોત્ર' અને “ભક્તિભર સ્તોત્ર'ની રચના આ માનતુંગ દ્વારા થઈ છે. એમ જણાવવામાં આવ્યું છે. - સોમસુંદરસૂરિના ગુરુભાઈ ગુણરત્નસૂરિની ઈ. સ. ૧૪૧૦ની રચના ગુરુપૂર્વક્રમમાં માનતુંગસૂરિ વિષે ઉલ્લેખ છે. તેમાં કહ્યું છે કે “ભક્તામરની કાવ્યસિદ્ધિએ શ્રી માનતુંગસૂરિને બહુ પ્રસિદ્ધિ અપાવી.”
૧૫મી સદીમાં અંતભાગમાં નયચંદ્રસૂરિની રાજગચ્છ પટ્ટાવલીમાં માનતુંગને માળવાના માલેશ્વર ચાલુક્ય વયરસિંહદેવના અમાત્યા બતાવવામાં આવ્યા છે અને ભક્તામર' અને “ભયહર સ્તોત્ર'ના રચયિતા હતા એમ જણાવ્યું છે.
માલેશ્વર વયરસિંહ પ્રથમ ઈ. સ. ૮૧૫માં અને બીજા ઈ. સ. ૮૭૫માં થયા. તેઓ ચાલુક્ય વંશના નહીં પરંતુ પરમાર વંશના હતા. એ નિશ્ચિત રૂપે છે કે આ બંને કરતાં “ભક્તામર સ્તોત્ર' પ્રાચીન રચના છે.
લગભગ ઈ. સ. ૧૫૮૦માં તપાગચ્છીય લઘુસોપાલિકા પટ્ટાવલીમાં માનતુંગસૂરિના સંબંધમાં આ પ્રકારનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
मानतुंगसूरिभक्तामर-भयहर-भत्तिभर-अमरस्तपादिकृत ।
भक्तामरं च भयहरं च विद्यापनेन
नम्रीकृतः क्षितिपतिर्भुजगाधिपश्च । मालवके तदा वृद्धभोजराजसभायां मानं प्राप्तं भक्तामरतः । અર્થાત્ “ભક્તામર-ભયહર' અને ભત્તિબ્બર સ્તોત્રએ શ્રી માનતુંગસૂરિની અમર કૃતિઓ છે. માલવદેશના રાજા વૃદ્ધભોજરાજની સભામાં ભક્તામર સ્તોત્ર દ્વારા તેઓએ માન પ્રાપ્ત કર્યું હતું.
લગભગ એ જ સમય ઈ. સ. ૧૫૮૨માં તપાગચ્છીય ધર્મસાગરગણિના તપાગચ્છ પટ્ટાવલી સૂત્રમાં પણ આવું જ કાંઈક કહ્યું છે કે :