________________
શ્રી ભક્તામર સ્તોત્ર 267 શબ્દ વિધાન તેમજ વિધિ શબ્દોનો પર્યાયવાચક છે. વિધાન શબ્દમાં શાસ્ત્રનો આદેશ-ઉપાયનો નિર્દેશ છે. વિધિમાં ક્રમ-પદ્ધતિનો નિર્દેશ છે. ભગવાને મોક્ષમાર્ગનું વિધાન કર્યું, તેમજ તેની વિધિ કહેતાં ક્રમ પણ બતાવ્યો એ રીતે ભગવાનનું ‘વિધાતા' નામ સાર્થક છે.
બ્રહ્મા એ છે જે વિધિ અને વિધાન બતાવે છે. શ્રી જિનેશ્વરદેવ આદિનાથ ભગવાન જે આદિતીર્થકર છે તેમણે શિવમાર્ગ મોક્ષમાર્ગની રચના કરી છે. મોક્ષમાર્ગનું વિધાન કર્યું છે. જ્ઞાનદર્શનચારિત્રરૂપ રત્નત્રયી એ મોક્ષમાર્ગ છે. આ માર્ગનું વિધાન કરી પ્રભુ, આપ સર્જનાત્મક શક્તિ ઉત્પન્ન કરી છે, અને ત્યાં સુધી પહોંચવાનો વિધિરૂપ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી માર્ગ બતાવ્યો છે. તેથી આપ બ્રહ્મા છો. પ્રભુ, આપે મોક્ષમાર્ગનું વિધાન કરી અમારા આત્મા પર અનંતો ઉપકાર કર્યો છે. કારણ આપની પાસેથી અમે મોક્ષ પામવાની વિધિ જાણી છે તેથી આત્માને ઉત્કૃષ્ટતા પ્રદાન કરનાર આપ વિધાતા છો.
અંતિમ પંક્તિમાં સૂરિજીએ શ્રી આદિનાથ ભગવાનને પુરુષોત્તમ' કહ્યા છે. બુદ્ધ, શંકર, વિધાતા જ આ સૃષ્ટિ પર ઉપકાર કરવાનું એક અનન્ય કાર્ય કરે છે. આ દરેકનું એક એક જુદું જુદું કાર્ય હોય છે. જ્યારે શ્રી અરિહંતપ્રભુ આ બધાના ભિન્ન ભિન્ન વિશિષ્ટ કાર્યો પોતે એકલા જ કરે છે. અને તે દરેકમાં આત્માની ઉન્નતિ જ નિષ્પન્ન થયેલી જોવા મળે છે. પ્રભુ જ આ બધાં કાર્યો એકલા કરતાં હોવાના કારણે સૂરિજીએ આ પંક્તિમાં સર્વ પુરુષોમાં ઉત્તમ એવા પુરષોત્તમ કહ્યા છે. હે પ્રભુ ! આવા બધા પરથી એ તો સ્પષ્ટ સમજાય છે કે તમે પુરુષોત્તમ - સર્વ પુરષોમાં શ્રેષ્ઠ છો. બધા એક એક કાર્ય સંભાળે છે ત્યારે સર્વગુણસંપન્ન એવા તમે એકસાથે બધાં કાર્યો સંભાળો છો. આવા સર્વ ગુણના સમૂહને લીધે તમે જ પુરુષોત્તમ છો.
લૌકિક રીતે વિષ્ણુને પુરુષોત્તમ કહેવામાં આવ્યા છે. સૂરિજીએ બ્રહ્મા, શંકર અને બુદ્ધ દ્વારા કરાતાં કાર્યોની - ગુણોની સરખામણીમાં સર્વગુણસંપન્ન માની જિનેશ્વરદેવને પુરુષોત્તમ કહ્યા છે. આ પુરુષોત્તમ એવા છે કે જેનામાં બુદ્ધિનો પ્રકાશ, કેવલ્યનો પ્રકાશ જે નિરંતરસુખ અને કલ્યાણ કરનાર છે, જે મોક્ષમાર્ગનું શાશ્વત સુખના માર્ગનું વિધાન કરનાર છે તે જ પુરુષોત્તમ છે. અહીં સૂરિજીએ ‘ત્વમ્ વ વ્યવર્ત પુરુષોત્તમ સ' અર્થાત્ તમે વ્યક્ત પુરુષોત્તમ છો. “વ્યક્ત પુરુષોત્તમ શબ્દ પ્રયોજ્યો છે, જે ખૂબ તાર્કિક છે. વ્યક્તિ અર્થાત્ પ્રગટ થનાર. હે પ્રભુ! આપ અમારામાં પ્રગટ થાઓ છો. બાહ્ય રીતે નહિ, પરંતુ આંતરિક રીતે અમારામાં પ્રગટ થાઓ છો. અને આત્માનું નિજ સ્વરૂપ પરમાત્મારૂપ જે છે તેને પ્રગટ કરવા, કર્તા કરનાર કોઈ વિશિષ્ટ પુરુષ જ હોઈ શકે, જેનું સ્વયં પરમત્વ પ્રગટ થઈ ચૂક્યું હોય તે જ બીજાનું પરમત્વ પ્રગટ કરી શકે. એવી સિદ્ધિ પુરુષોમાં જે ઉત્તમ હોય – પુરુષોત્તમ હોય તેને જ પ્રાપ્ત થાય. આવી સિદ્ધિ આપ પ્રાપ્ત કરી ચૂક્યા છો તેથી આપ જ પુરુષોત્તમ છો.
બુદ્ધ-શંકર-બ્રહ્મા-વિષ્ણુનાં નામો લૌકિક રીતે પ્રચલિત છે. તે બધાં જ નામો અને તે સિવાયનાં તમારાં અનેક ગુણવાચક નામોના ગુણો તમારામાં પ્રસ્થાપિત થયેલા છે. એટલે કોઈ ભક્ત તમને આમાંના કોઈ પણ નામ વડે ભજે . ભક્તિ કરે તો એમાં કાંઈ ખોટું નથી. વાસ્તવમાં તો તમારી