________________
96 | ભક્તામર સુભ્ય નમઃ |
જૈન સ્તોત્રનો આરંભ ક્યારથી થયો તે વિષે શ્રી શેખરચંદ જૈન જણાવે છે કે, “જૈન વાગુમયમાં સ્તોત્રસાહિત્યની પ્રધાનતા છે. એનો જન્મકાળ ત્યારથી માનવામાં આવ્યો છે જ્યારથી તીર્થકરના ગર્ભમાં આવવાની શુભ વેળા અને જન્મોત્સવના સમયે ઇન્દ્રો દ્વારા સ્તુતિના રૂપમાં તે ગાવામાં આવ્યાં. આ જ દેવોના ભાવોની કલ્પનાને વિદ્વાન આચાર્યોએ સ્તોત્રના રૂપમાં સજાવી. ગૌતમ ગણધર, ભદ્રબાહુ, કુંદકુંદાચાર્યથી લઈને આજ સુધી અર્ધમાગધી, સંસ્કૃત, હિંદી અને પ્રાદેશિક ભાષાઓમાં સેંકડો સ્તોત્ર રચવામાં આવ્યાં, અનુવાદ કરવામાં આવ્યો. આ સ્તોત્ર માત્ર ધર્મનાં જ પ્રતીક નથી રહ્યાં, પરંતુ ભાષાના ગૌરવશાળી ધરોહર સિદ્ધ થયા. ભારતીય ભાષાઓ ઉપરાંત વિદેશી ભાષાઓમાં પણ આના અનુવાદ થયા તે એની ઉત્કૃષ્ટતાનું જ કારણ છે. બીજી શતાબ્દીથી વર્તમાન ૨૦મી સદી સુધી એની રચનાઓ થતી રહી છે.”
તાત્પર્ય કે યુગની શરૂઆતમાં યુગાદિ તીર્થકર અર્થાત્ શ્રી આદિનાથ ભગવાનની સૌધર્મેન્દ્ર સૌપ્રથમ સ્તુતિ કરી હતી. દરેક જિનેશ્વર ભગવાનના જન્મકલ્યાણકથી લઈને અન્ય પાંચ કલ્યાણકો અને બીજાં અનેક પ્રસંગોએ શ્રુતજ્ઞાની સૌધર્મેન્દ્ર ભગવાનની ભક્તિભાવપૂર્વક સ્તુતિ કરે છે. સૌધર્મેન્દ્ર રચેલું શક્રસ્તવ (નમુત્થાં) સ્તોત્ર અદ્ભુત, અલૌકિક અને આદર્શ સ્તોત્ર છે. વર્તમાન ચોવીશીના અંતિમ તીર્થકર ભગવાન મહાવીરના પ્રથમ ગણધર ગૌતમ સ્વામીએ અર્ધમાગધી ભાષામાં ભગવાનનું ભાવપૂર્ણ સ્તોત્ર રચ્યું હતું. શ્રી ભદ્રબાહુ સ્વામીએ ‘ઉવસગ્ગહર સ્તોત્ર'ની રચના કરી છે. અજિતશાંતિ સ્તવનની રચના શ્રી નંદિષેણે કરી છે. શ્રી સિદ્ધસેન દિવાકરે કલ્યાણમંદિર સ્તોત્રની રચના કરી છે. શ્રી માનતુંગસૂરિએ ભક્તામર સ્તોત્રની રચના કરી છે. છેલ્લાં ૨૦૦૦ વર્ષમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, અર્ધમાગધી, હિંદી અને અન્ય જનસામાન્ય ભાષાઓમાં અનેક સ્તોત્રોની રચના થઈ છે. આવાં સુંદર અલૌકિક સ્તોત્રોનો અનુવાદ શ્રી હર્મન યકોબી, વિન્ટરનિટ્સ જેવા વિદેશી વિદ્વાનોએ વિદેશી ભાષામાં પણ કર્યો છે. આ પણ જેને સ્તોત્રની ગૌરવગાથા અને તેની ઉત્કૃષ્ટતાને પુરવાર કરે છે. તેની ભાષા-શૈલી, ભાષા પરનું આધિપત્ય વગેરેની ભારતીય વિદ્વાનોએ મુક્ત કંઠે પ્રશંસા કરી છે.
જૈન સાહિત્યમાં અનેક નિગ્રંથકારોએ જિનભક્તિના પ્રસાદ રૂપે વિવિધ સ્તોત્રોની રચના કરી છે. સરસ્વતીદેવીના સંબંધમાં આ પંક્તિ પ્રસિદ્ધ છે કે, “એની જેના પર કૃપા થઈ જાય છે તેને બધા પ્રકારે સમર્થ બનાવી દે છે. આ કથનાનુસાર સરસ્વતી દેવીની અનુકંપા-કૃપાદૃષ્ટિને પામેલા અનેક આચાર્યો, મુનિરાજ, ભક્ત કવિવરોએ કથાનુસાર સ્તોત્રોની રચનાઓ કરી છે. સમગ્ર સ્તોત્ર-સાહિત્યના પર્યાવલોચનથી એ સાબિત થાય છે કે જેનાચાર્યો અને સાધુભગવંતોનું જ સ્તોત્રરચનામાં મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આનું કારણ સ્પષ્ટ છે કે જૈન મુનિ મહારાજોએ પોતાના આરાધ્યદેવના ગુણગાનનું યશોગાન કરવામાં પોતાની નિર્મળ ભાવના, ઉત્તમ આદર્શ તથા રાગદ્વેષરહિત વૈરાગ્યરાગની રસિકતાનો પરિચય સ્તોત્રો દ્વારા જ વ્યક્ત કર્યો છે.
શાસ્ત્રોમાં વિદ્વાનોએ ભગવાનનું નામસ્મરણ, તેમની ભક્તિ, પૂજા આદિથી લઈને મોક્ષપ્રાપ્તિની વાત કરી છે અને તે જ આ સર્વ સ્તોત્રોનું રહસ્ય પણ છે. સ્તોત્રકર્તા આચાર્યો