________________
480 છે ભક્તામર તુલ્ય નમઃ | પૂજ્ય આચાર્ય માનતુંગસૂરીશ્વરજી મ. સા.એ ચુમ્માલીશ બેડીઓ તોડી હતી. ('પ્રબંધ ચિંતામણિ ગ્રંથ પ્રમાણે). તેઓને શ્રી આદિનાથ પ્રભુના મંદિરની પાછળ બાંધીને રાખ્યા હતાં. પણ સ્તોત્રપાઠ બાદ મંદિર આખું બદલાઈ જઈને તેમની સન્મુખ થઈ ગયું હતું વગેરે અનેક ચમત્કારો થયા હતા અને ભક્તામરની કથાઓમાં આવા અનેક ચમત્કારોનું વર્ણન છે. અત્યારના કાળમાં પણ ભક્તામરથી અનેક ચમત્કારો થઈ રહેલા દેખાય છે. માટે શ્રી ભક્તામર સ્તોત્ર એ ચમત્કારિક મંત્રના ખજાના જેવું દેખાય છે.”
આવું જ કંઈક શ્રી ઉદયલાલ કાલીવાલા પોતાના પુસ્તકની પ્રસ્તાવનામાં જણાવે છે કે જૈન સમાજમાં ભક્તામર સ્તોત્ર મંત્ર-શાસ્ત્રના નામથી પણ પ્રતિષ્ઠિત છે. થોડા વિદ્વાનોનો મત છે કે આના પ્રત્યેક શ્લોકમાં ઘણી ખૂબીપૂર્વક મંત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બની શકે છે પણ કેવી રીતે ? આ વાતને જણાવવાને માટે અમે સર્વથા અયોગ્ય છીએ. કારણ અમારી મંત્રશાસ્ત્રમાં બિલકુલ ગતિ નથી. પરંતુ એટલું કહી શકીએ છીએ કે એવી ઘણી પ્રાચીન હસ્તલિખિત પ્રતો મળે છે. જે સો સો બસો બસો વર્ષ પહેલાં લખાયેલા છે અને તેમાં મંત્ર વગેરે બધું લખેલું છે. મંત્રની સાથે જ તે લોકોની કથાઓ પણ છે. જેઓએ મંત્રોનું ફળ પ્રાપ્ત થયું છે. આવી કથાઓ શ્વેતામ્બર અને દિગમ્બર બંને સમાજોમાં મળી આવે છે.”
શ્રી માનતુંગસૂરિ વિરચિત ભક્તામર સ્તોત્રમાં અનેક ગૂઢ મંત્રો, રહસ્યો છુપાયેલા છે. ભક્તામરની રચનામાં તેમણે અનેક ગ્રંથોમાંથી સામગ્રી એકઠી કરી હશે, તેવું જણાય છે. આ સ્તોત્રનાં મૂળ ઋગ્વદની રચના સુધી પહોંચેલાં જણાય છે. તેથી એમ જણાય છે કે સમગ્ર સંસ્કૃત વાગુમયનું દોહન કરીને ભક્તામર સ્તોત્રની રચના શ્રી માનતુંગસૂરિએ કરી છે.
શ્રી અનુભવાનંદજી, ભક્તામર સ્તોત્રની રચના કેવી રીતે થઈ હશે તે વિશે જણાવતાં કહે છે, “જે રીતે સૂર્યદેવતા પોતાના રવિરશ્મિને ખારા સમુદ્રના જલની ઉપર ફેંકીને, ધુવા સરજીને વાદળાં દ્વારા મીઠા જળને નિપજાવે છે અને તેની વર્ષા પૃથ્વીની ઉપર વરસાવે છે તે રીતે અનેક સંસ્કૃત રચનાઓનું દોહન કરીને રહસ્યમય એવી શક્તિઓને મંત્રબદ્ધ કરીને તેનાં યંત્ર અને તંત્ર ભક્તામર ગ્રંથમાં રચાયાં છે. યંત્ર એટલે મશીન, મત્ર એટલે દેવસાધના માટેનો તંત્રયુક્ત શબ્દ અથવા કાર્યસિદ્ધિનું ગુપ્ત વાક્ય અને તંત્ર એટલે આયોજનપદ્ધતિ.
તંત્ર અને મંત્ર ભેગાં મળે એટલે અજાયબ કરતું એવું જાદુ એટલે કે મેજિક જન્મે.
અને આ તંત્ર અને મંત્રમાં આયોજનની સહાયવાળું યંત્ર ભળે એટલે કે યંત્ર, મંત્ર અને તંત્રનો માનવી જો સમન્વય સાધે તો ધારેલાં કાર્યો સફળતાથી પાર પાડી શકે.
આ વ્યાખ્યાઓથી નિહાળતાં ભક્તામર ગ્રંથ એ જે ભક્તને ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા હોય તેવા ભક્તો માટેનો મંત્ર, તંત્ર અને તંત્ર દ્વારા સાધના કરવાનો માર્ગદર્શક ગ્રંથ છે.”
ઋગ્વદથી લઈને અન્ય સંસ્કૃત ગ્રંથોની ફળશ્રુતિ રૂપે ભક્તામર સ્તોત્રરૂપ રહસ્યગ્રંથ શ્રી