________________
134 | ભક્તામર તુલ્યું નમઃ || ગયેલા બાણ-મયૂરના સમકાલીન માનવામાં આવ્યા. બીજી તરફ તેમના શિષ્ય વરસૂરિનો સમય વિક્રમ સંવત ૩૦૦ની નજીકનો માનવામાં આવ્યો. ત્યારે તો ભ્રાંતિની પરાકાષ્ઠા જ થઈ જાય છે. એટલું જ નહિ પાછળના ત્રણે આચાર્યોનાં નામ પટ્ટાવલીઓમાં આગળ ચાલીને ફરીથી લેવાય છે. જે વખતે મધ્યકાળ ચાલુ થઈ ગયો હતો અને અન્યથા તે જ તો આ બધાનો વાસ્તવિક કાળ છે. બીજી તરફ ગુર્વાવલોકારથી ૧૩૩ વર્ષો પહેલાં થઈ ગયેલા પ્રભાવક ચરિતકારે ભક્તામરકારનું નામ જિનસિંહ બતાવ્યું છે. આનાથી ભ્રમણા વધારે વધી જાય છે.'
પટ્ટાવલીઓમાં સમયાનુસાર દૃષ્ટાંતો સહિતની માહિતી વિશાળ પ્રમાણમાં છે. પરંતુ ઇતિહાસકાળ પ્રમાણેની જે વાસ્તવિકતા છે તેના કરતાં વિરોધાભાસી માહિતીઓ પણ છે. દિગમ્બર સંપ્રદાયમાં પર્યુષણા કલ્પ વિરાવલીમાં ક્યાંય પણ ચન્દ્રકુલનો ઉલ્લેખ જોવા મળતો નથી. તેવી જ રીતે શ્વેતામ્બર સંપ્રદાયમાં દિગમ્બરાચાર્ય શ્રી સમન્તભદ્રને શ્વેતામ્બર ગણાવ્યા છે. તેમના પછી થયેલા દેવસૂરિ જે ૯મી કે ૧૦મી સદીમાં થયેલા દેવસૂરિ પ્રબંધમાં ઉલ્લેખથી તેને ૬૦૦ વર્ષ સુધી પ્રાચીન બનાવી દે છે. મધ્યકાળમાં થયેલા આચાર્ય પ્રદ્યોતનસૂરિ અને લઘુશાંતિના રચયિતા માનદેવસૂરિ પણ મધ્યકાલીન છે તેનાથી વધારે પ્રાચીન નથી. સાતમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા માનતુંગસૂરિને બાણ અને મયૂરના સમકાલીન માનવામાં આવ્યા છે. તેની સાથે જ ઈ. સ.ની ત્રીજી સદીમાં થયેલા માનદેવના શિષ્ય પણ માનવામાં આવે છે. અને તેમના શિષ્ય વીરસૂરિનો સમય વિક્રમ સંવત ૩૦૦ની આસપાસનો માનવામાં આવ્યો છે. આ કારણે માનતુંગસૂરિનો સંપ્રદાય કે સમય નક્કી કરવો મુશ્કેલ બને છે.
આના સંદર્ભમાં મુનિશ્રી કલ્યાણવિજયજીનું અવલોકન એવું છે કે વાસ્તવમાં વજસેનસૂરિના પછીના શ્રી ચન્દ્રસૂરિથી લઈને વિમલચંદ્રસૂરિ સુધીના ૨૦ આચાર્યોનો સત્તાસમય અંધકારમય છે. વચ્ચે આ સમય ચૈત્યવાસીઓના સામ્રાજ્યનો સમય હતો. ઉગ્ર વિહારિક સુજ્ઞાની શ્રમણોની સંખ્યા મર્યાદિત હતી. ત્યારે શિથિલાચારી તથા ચૈત્યવાસીઓના અડ્ડાઓ સર્વત્ર આવેલા હતા. આ પરિસ્થિતિમાં વૈહારિક શ્રમણોના હાથમાં કાળગણના પદ્ધતિ ન રહી. આ જ કારણે વજસેનની પછી અને ઉદ્યોતનસૂરિની પહેલાંના પટ્ટધરોનો સમય વ્યવસ્થિત નથી. દરમિયાન કેટલાક આચાર્યોનો સમય ગુર્નાવલીકારોએ આપ્યો છે, પણ તે સુસંગત નથી થતો. જેવી રીતે તપાગચ્છ ગુર્વાવલોકારે આચાર્ય વજસેનસૂરિનો સ્વર્ગવાસ સમય જિન નિર્વાણથી ૬૨૦માં લખ્યો છે. જે વિક્રમ વર્ષોની ગણના અનુસાર ૧૫૦માં મળે છે. તથા વજસેનથી ચતુર્થ પુરુષ શ્રી વૃદ્ધદેવસૂરિજી દ્વારા વિક્રમ સંવત ૧૨૫માં કોરટા નગરમાં પ્રતિષ્ઠા કરાવી હોવાનું બતાવ્યું છે. એ જ પ્રકારે ૧૮મા પટ્ટધર પ્રદ્યોતનસૂરિના પછીના શ્રી માનતુંગસૂરિ જે બાણ અને મયૂરના સમકાલીન હતા તેમને ૨૦મા પટ્ટગુરુ માન્યા છે. મયૂરના આશ્રયદાતા કનોજના રાજા શ્રી હર્ષ હતા. જેમનો સમય વિક્રમ સંવતની સાતમી સદીના ઉત્તરાર્ધ હતો. આ સમય શ્રી માનતુંગસૂરિના પટ્ટગુરુ માનદેવસૂરિના અને માનતુંગસૂરિના પટ્ટધર શ્રી વીરસૂરિની સાથે સુસંગત નથી થતો. કારણ કે માનતુંગસૂરિના પટ્ટધર શ્રી વીરસૂરિનો સમય ગુર્નાવલી કાર શ્રી મુનિસુંદર જેમણે નીચે જણાવેલ શ્લોકમાં પ્રગટ કર્યો છે.