________________
ભક્તિના વીસ દોહરા જીવોને જોશો તો આપણી અંદરમાં સાચો સમતાભાવ આવશે. બધા જીવો પ્રત્યે નિષ્કામ પ્રેમ આવશે, પરમ સમતા આવશે અને ત્યારે સાચી શાંતિની પ્રાપ્તિ થશે. પ્રયોગ કરો, માત્ર સાંભળવાનું નથી. આજથી હું કોઈ જીવને કોઈ પણ પ્રકારે દુભાવીશ નહીં, ભલે એ મને દુશ્મન માનતો હોય, તો પણ હું એને દુશ્મન નહીં, આત્મા માનું છું. કોઈ જીવ અનુકૂળ વર્તે, પ્રતિકૂળ વર્તે, ગમે તેવું વર્તન કરે, પણ હું તેને આત્મા તરીકે જોઈશ. ભલે એ કસાઈ હોય પણ તે આત્મા તો છે. ભલે તે વર્તમાનમાં મહા દોષ કરી રહ્યો છે, પણ છે તો આત્મા. તેનામાં પણ મોક્ષપ્રાપ્તિની યોગ્યતા તો છે. એમ કોઈ જીવ ગમે તે પ્રકારે દોષી હોય તો દોષ નથી જોવાના. અનાદિકાળથી દોષ જોઈને, રાગદ્વેષ કરીને પરિભ્રમણ તો ઘણા કર્યા. કયા ભવમાં આપણે રાગદ્વેષ નથી કર્યા ? બધા ભવમાં કર્યા છે, પણ આ ભવમાં નહીં, કોઈ પૂછે કે, ‘પણ સાહેબ !
આ મારું લોહી પી ગયો છે.’ તો જ્ઞાની કહે છે, ‘ભલે એ લોહી પી ગયો હોય, તું એને પ્રેમ આપ. જગતના દરેક જીવોને પ્રેમથી જીતી શકાય છે, બળથી નહીં. બળથી જીતવા જશો તો નુક્સાન થશે. માટે દરેકને આત્મા તરીકે જુઓ.' કોઈ તમારા કર્મનો ઉદય હશે અને તમે તેને આધીન થઈને વર્તશો તો તમારું બગડશે. પણ તમારું બીજા કોઈ બગાડી શકે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. કોઈ તમને નુક્સાન કરતું નથી, એ ફક્ત નિમિત્ત થાય છે. તમારા કર્મનો ઉદય હોય ત્યારે કોઈ જીવ નિમિત્ત થાય એટલું જ. હવે તમે નિમિત્તને બટકા ભરશો તો કામ નહીં થાય. જેમ ટપાલી રોજ તમને ટપાલ આપવા આવતો હોય તો એ કોઈક દિવસ લાખ રૂપિયાનો ડ્રાફ્ટ લાવે, તો તમને આનંદ થાય અને કહો કે લે ભાઈ ! આ ૫૧ રૂપિયા બક્ષિસ, પણ બીજા દિવસે કુટુંબનું કોઈ ગુજરી ગયું તેનો મેલો લઈને આવ્યો તો તમે તેને કહો કે હે ભાઈ ! તું આવા સમાચાર લઈને ક્યાં આવ્યો ? તો એ કહેશે કે તમે લખનારને કહો ! હું તો પોસ્ટમેન છું, મારે તો માત્ર ડિલીવરી કરવાની છે. એ પ્રમાણે જ્યારે કર્મોની ડિલીવરી થાય છે ત્યારે એ જીવો એમાં નિમિત્ત બને છે. ત્યારે આપણે શું એના ઉપર ગુસ્સો કરવાનો ? રાગ દ્વેષ કરવાના ?
૧૨
નથી સર્વ તુજ રૂપ. દરેક જીવમાં પ૨માત્મ તત્ત્વ એકસરખું રહેલું છે. કોઈ નાનું પણ નથી અને કોઈ મોટું પણ નથી. આમ, આત્મદૃષ્ટિથી આખું જગત જુઓ. ગુરુ આપણને આ જ્ઞાનચક્ષુ આપે છે. ચર્મચક્ષુ ઉપર આ જ્ઞાનચક્ષુ આપીને ગુરુ કહે છે કે હવે તમે જગતને જુઓ. તો બધા આત્મા તમને તમારા જેવા જ દેખાશે.
હે ભગવાન ! મારામાં આ દૃષ્ટિનો વિકાસ થયો નથી કે હું બધામાં આત્મદૃષ્ટિ કરી શકું! આમ, પોતાના દોષોને કાઢવા માટે પોતાના દોષોનું વર્ણન કરે છે. આપણે પચ્ચીસ પચ્ચીસ