________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ છે આયુષ્ય પુરૂ કરીનવમા ભાવમાં ઈશાન દેવલેકમાં મધ્યમ આયુષ્ય વાળા દેવતા થયા. ત્યાંથી આવી, દશમા ભાવમાં મંદિર નામના સંનિવેશમાં અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ્ય થયા. તે ભાવમાં પણ ત્રિદંડ થઈ છપ્પન લાખ પૂર્વનું આયુષ્ય ભેગવી મૃત્યુ પામી, અગીઆરમા ભાવમાં સનકુમાર દેવલોકમાં મધ્યમાયુ દેવતા થયા. ત્યાંથી આવી, બારમા ભાવમાં વેતંબી નગરીમાં ભારદ્વાજ નામે વિપ્ર થયા. તે ભાવમાં પણ ત્રિકંડી થઈ, ચુંવાલીશ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી મૃત્યુ પામી; તેરમા ભાવમાં માહેદ્રકલ્પમાં મધ્યમ સ્થિતિએ દેવતા થયા. ત્યાંથી ચવી ભવભ્રમણ કરી, ચાદમાં ભવમાં રાજગૃહ નગરમાં સ્થાવર નામે બ્રાહ્મણ થયા તે ભવ માં પણ ત્રિદંડ થઈ ચોવીશ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી આયુધ્ય પૂર્ણ કરી મૃત્યુ પામી પંદરમા ભાવમાં બ્રહ્મદેવલોકમાં મધ્યમાયુષ્યવાળા દેવતા થયા. ત્યાંથી ચવીને, પણ ઘણા ભવ ભ્રમણ કર્યા.
એ પ્રમાણે જે કરી સેલમા ભવમાં-રાજગૃહ નગરમાં વિશ્વનદી નામે રાજા હતા. તેને પ્રિયંગુ નામની પત્નીથી વિશાખાનંદી નામે એક પુત્ર થયે. તે રાજાને વિશાખભૂતિ નામને એક નાને ભાઈ હતું. તેને ધારણ નામે સ્ત્રી હતી. મરિચિને જીવ પૂર્વભવમાં ઉપાર્જન કરેલા શુભકર્મથી તે વિશાખાભૂતિ ની ધારણ નામે સ્ત્રીથી વિશ્વભૂતિ નામે પુત્રપણે અવતર્યો, તે વિશ્વભૂતિ અનુક્રમે વનવયને પ્રાપ્ત થશે. તે નગરના પુષ્પ કરંડક નામના ઉદ્યાનમાં વિશ્વભૂતિ એક વખત અંતાપુરસહિત ક્રિીડા કરવા ગય. તે ક્રિીડા કરતા હતા. તેવામાં તેના કાકાને કુંવર વિશાખાનંદી પણ કીડા કરવાની ઈચ્છાએ ત્યાં આવ્યું પણ વિશ્વભૂતિ અંદર હોવાથી તે બહાર રહ્યા. તે સમયે રાણું પ્રિયંગુની દાસીએ પુષ્પ લેવાને ત્યાં આવી. તેમણે તે વિશ્વભૂતિને અંદર અને વિશાખાનંદીને બહાર જોયા, તેથી પુષ્પ લીધા સિવાય પાછી ગઈ. અને રાણીને ઉદ્યાનની ખબર કહી
For Private and Personal Use Only