________________
જૈન સ્તોત્રમાહિત્યની વિભાવના
ભારતીય સંસ્કૃતિની સાધનાની પરંપરામાં જૈન, બૌદ્ધ અને વૈદિક ધર્મસંપ્રદાયોની સાહિત્યસંપદા સંપન્ન રૂપથી સમૃદ્ધ છે. આમાં જૈન ધર્મનું સાહિત્ય પ્રાકૃત, અર્ધમાગધી અને સંસ્કૃતમાં, બોદ્ધ ધર્મનું સાહિત્ય પાલી અને સંસ્કૃતમાં તથા વૈદિક ધર્મનું સાહિત્ય વૈદિક સંસ્કૃત તથા શ્રેણ્ય સંસ્કૃતમાં સંકલિત થયેલું છે. આ જ પરંપરા સ્તોત્રસાહિત્યમાં પણ ભાષાની દૃષ્ટિથી અવતરિત થતી રહી છે. પ્રાચીન કાળમાં લોકભાષામાં પણ સ્તોત્ર-સાહિત્ય રચાતું રહ્યું હતું. હાલમાં પણ રચાતું રહ્યું છે અને ભવિષ્યમાં પણ રચાતું રહેશે.
જૈન સ્તોત્ર-સાહિત્ય સંસ્કૃત ભાષામાં અપૂર્વ ગૌરવને વરેલું છે. સ્તોત્ર દ્વારા ઇષ્ટદેવ તીર્થકર કે આચાર્ય આદિની સ્તુતિ કરે છે. સ્તોત્ર (સ્તુતિ) તો સંસ્કૃત સાહિત્યનો. જૈન સાહિત્યનો એક લોકપ્રિય તેમજ કંઠહાર સમો કાવ્યપ્રકાર છે. વૈદિક હિંદુ ધર્મની જેમ જૈન ધર્મમાં પણ અનેક સૂરિશ્રીઓ, વિદ્વાનો, કવિઓ દ્વારા રચાયેલા ભક્તિરસમય, વૈરાગ્યગર્ભિત અને નિર્વાણ પ્રબોધક અસંખ્ય સ્તોત્રો પ્રાપ્ત થાય છે જે રાગ-દ્વેષાદિ અષ્ટદશ દોષમુક્ત દેવાધિદેવ જિનોની કે તીર્થકરોની કે સિદ્ધોની સ્તુતિરૂપ છે.
સહસો વિદ્વાનો, કવિઓ અને સાહિત્યકારોએ પોતાના દેવાધિદેવ શ્રી જિનેશ્વરદેવની અવિરત ભક્તિથી ભાવભીનાં સુમધુર, સુવાસિત, રંગબેરંગી પુષ્પોની માળાઓ તીર્થંકર પરમાત્માના ચરણોમાં સમર્પિત કરી છે. કિંવદંતીઓમાં એમ કહેવામાં આવે છે કે સંસ્કૃત ભાષામાં