________________
ભક્તિના વીસ દોહરા.
નથી સર્વ તુજ રૂપ. હે ભગવાન! જેવું તારું સ્વરૂપ છે એવું પ્રાણી માત્રનું સ્વરૂપ છે એ દૃષ્ટિ હજી મારામાં આવી નથી. તો એવી દૃષ્ટિ લાવવાની છે. પરમકૃપાળુદેવે કહ્યું છે,
રે ! આત્મ તારો ! આત્મ તારો ! શીધ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદષ્ટિ ઘો આ વચનને હૃદયે લખો.
– શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૬૭ સર્વ આત્મામાં સમદષ્ટિ હોવી તે સાચા ભક્તની નિશાની છે. પ્રાણીમાત્રમાં ભગવાનના દર્શન કરવા. સર્વ જીવ છે સિદ્ધ સમ. બધાય આત્મા સિદ્ધ ભગવાન જેવા છે. ભલે તેમને એ દશા પ્રગટ નથી થઈ, પણ શક્તિમાં સિદ્ધપણું પડ્યું છે. દિવાસળીના ગંધકમાં અગ્નિ પડ્યો છે, ભલે પ્રગટ્યો નથી, પણ છે જ. એમ દરેકમાં સિદ્ધ થવાની શક્તિ તો પડેલી જ છે. જો એ શક્તિ ના હોય તો કોઈ સિદ્ધ થઈ જ ન શકે. બસ એ શક્તિને વ્યક્ત કરવાની છે. માટે દરેકમાં ભગવાનના દર્શન કરો.
એક ભક્ત હતો. તે જંગલમાં જતો હતો. તેને ભૂખ લાગી. એટલે તે જમવા બેઠો. તેની ઘરવાળીએ રોટલો, ઘીની એક ડબ્બી અને થોડો ગોળ આપ્યો હતો. જ્યાં તેણે એ રોટલામાં ઘી લગાડવાની શરૂઆત કરી ત્યાં જ એક કૂતરો આવીને તે રોટલો ખેંચી ગયો. ત્યારે ભક્ત બોલ્યા કે ઊભા રહો વિઠોબા, ઊભા રહો વિઠોબા, આ કોરો રોટલો તમને નહીં ભાવે, તમને ઉપર ઘી લગાડી દઉં. જુઓ! તેમણે કૂતરામાં ભગવાન ભાળ્યા. એ શક્તિ અપેક્ષાએ ભગવાન છે, ભલે શરીર કૂતરાનું છે. એ તો તેણે એવા કર્મ બાંધ્યા હતા તેથી એ ગતિ મળી, પણ અંદર રહેલો આત્મા કંઈ કૂતરો થોડો છે? આત્મા તો ભગવાન છે. તો, નથી સર્વ તુજ રૂપ. હજી મારામાં એવી દૃષ્ટિ આવી નથી કે બધાયની અંદરમાં તું રહેલો છે તે જોઈ શકું. જ્યારે બધાયમાં ભગવાન ભાળશો ત્યારે કોઈ પ્રત્યે તમને રાગ-દ્વેષ નહીં થાય. શ્રી યોગીન્દુદેવ આચાર્યએ કહ્યું છે,
કોણ કોની મૈત્રી કરે, કોની સાથે ક્લેશ; જ્યાં દેખું ત્યાં સર્વ જીવ, શુદ્ધ બુદ્ધ જ્ઞાનેશ.
- શ્રી યોગસાર હું કોની જોડે મિત્રતા કરું અને કોની જોડે દ્વેષ રાખું? જયાં દેખું ત્યાં બધા જીવો શુદ્ધ, બુદ્ધ, જ્ઞાન સ્વરૂપી આત્મા છે. એક સમાન આત્મા છે. કોઈના ઉદય ના જુઓ, કોઈની દશા ના જુઓ, બધાય એક સમાન ભગવાન જેવા આત્મા છે. આવી વિશાળ દૃષ્ટિથી જગતના