________________
પત્રાંક-૬૮૯
૨૭ કાર્યકારી... થાય. એટલે એ કોઈ પરમાર્થમાર્ગે ચડે એ પહેલા તો તે વૈરાગ્યનો નાશ પામી જાય છે. વૈરાગ્ય પાછો ઓગળી જાય છે, એનો નાશ થઈ જાય છે, વિલય પામી જાય છે.
“માત્ર કોઈક વિચારવાન....” કેવા? કો'ક જ લીધા છે. કોઈક વિચારવાન અથવા સુલભબોધી કે હળુકર્મી જીવને તે ભય પરથી અવિનાશીનિઃશ્રેયસ્પદ પ્રત્યે વૃત્તિ થાય છે. તેવા કન્ક વિચારવાન જીવને, હળુકર્મી જીવને, પાત્રજીવને એમ થાય છે કે મારે મારા અવિનાશી કલ્યાણ સ્વરૂપ પદની પ્રાપ્તિ કરી લેવી જોઈએ. એ પ્રાપ્તિનો ક્યાંય ઉપાય મળતો હોય તો એ પ્રયત્ન મારે ગંભીરપણે કરવા યોગ્ય છે. તેવો વિચાર કોઈ સુલભબોધી જીવને આવે છે.
જેને દુઃખ જોઈતું નથી, ખરેખર જોઈતું નથી એ સુખની શોધ કરે છે. ધર્માત્મા થયા, જેટલા કોઈ ધર્માત્મા થયા એ સર્વ ધર્માત્માની પૂર્વભૂમિકાને જોવામાં આવે તો આ જગ્યાએથી, આ શોધમાંથી ઉત્પન્ન થયા છે. આ સંસારના દુઃખો ન જોઈએ અને સુખ જ જોઈએ. શાશ્વત સુખ જોઈએ, અવિનાશી સુખ જોઈએ. એવું કોઈ પદ પ્રાપ્ત કરવું જોઈએ કે જ્યાં પછી ફરીને દુઃખની ઉત્પત્તિ થાય નહિ. એમાંથી એ બધા જ્ઞાની થયા છે. સુખની શોધ વિના પુરુષાર્થ ઊપડે નહિ. એની શોધ માટેનો જે પુરુષાર્થ છે એ પણ ઉપડી શકે નહિ.
મુમુક્ષુ -
પૂજ્ય ભાઈશ્રી – હા. એટલો મોહ બળવાન છે. એક જગ્યાએ આવશે. હજી આવ્યું નથી. કોઈ વાત કાંઈક ચાલી છે ગમે તે. એમાંથી એમણે એમ કહ્યું છે કે આ જીવને સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર અને પુરુષ મળે એટલે કે કલ્યાણના માર્ગે ચડવા માટે એને જે કાંઈ સંયોગિક જરૂરિયાત પૂરેપૂરી મળી કે જો ભાઈ આ રસ્તો છે, આ ઉપાય છે. આનાથી બધા દુઃખ મટે છે. છતાં આ જીવ જો એ રસ્તો ન પકડે તો પછી શું સમજવું ? આ એક પ્રશ્ન ચાલ્યો છે. એ મહામોહનીયનું બળવાનપણું છે. એનું હોનહાર તો સારું નથી. ભાગ્ય એટલે ભવિષ્ય તો સારું નથી પણ વર્તમાનમાં પણ શું છે? કે વર્તમાનમાં દર્શનમોહ, જેને મહામોહનીય કહેવામાં આવે છે એ પ્રબળપણે વર્તે છે. એ દર્શનમોહનું ગોદડું એવું જાડું હોય છે કે શ્રીગુરુના ઉપદેશની લાકડી એને વાગતી નથી. સાંભળે, હા પાડે, બરાબર છે પણ ગણકારવાની વાત નહિ. ગણકારે નહિ.