________________
પત્રાંક-૬૯૧
પ૩ દર્શનમોહનીયના હેતુ થઈ પડ્યા છે...” મિથ્યાત્વના હેતુ થઈ પડ્યા છે. ગચ્છના આગ્રહ શું થઈ પડ્યા છે ? મિથ્યાત્વના હેતુ થઈ પડ્યા છે. તે સમાધાન કરવું બહુ વિકટ છે. કેમકે તે લોકોની મતિ....” કોની ? આ જે આગ્રહવાળા જીવો છે તે લોકોની મતિ વિશેષ આવરણને પામ્યા વિના એટલા અલ્ય કારણમાં બળવાન આગ્રહ ન હોય. એટલે કે અલ્પકારણમાં બળવાન આગ્રહ કરીને જુદો ચોકો માંડે તો એ લોકોની મતિ વિશેષ આવરણ પામી ગઈ છે એમ નક્કી થાય છે. મતિ વિશેષ આવરણ પામ્યા વિના એવું બને જ નહિ. માટે ત્યાં મતિ આવરણ પામી ગઈ છે. આ વાક્ય બહુગંભીર લખ્યું છે એમણે.
મુમુક્ષુ:--
પૂજ્ય ભાઈશ્રી:- ઘણા સમર્થ હતા. બહુ વિચારી શકતા હતા એમાં તો કાંઈ સવાલ નથી.
મુમુક્ષુ – હેમચંદ્રાચાર્ય થયા.
પૂજ્ય ભાઈશ્રી – હા. હેમચંદ્રાચાર્ય સમર્થ થયા. એ હરિભદ્રાચાર્ય પછી ઘણા વર્ષે થયા છે. એ તો હમણાં જ થયા છે. એ સમર્થ થયા. અને એમને હિસાબે જ કાંઈક શ્વેતાંબર સંપ્રદાયની અંદર સંખ્યા વધી. એમના હિસાબે સંખ્યા વધી. પોતે અન્યમતમાંથી આવ્યા છે. એ ધંધુકાના મોઢ વાણિયા હતા. ધંધુકિયા મોઢ કહેવાય છે આજે. એ ધંધુકામાં મોઢનો એક સંપ્રદાય હતો. અત્યારે પણ એ આમ ઘોલ જુદો ગણાય છે. એમાંથી આવેલા. પણ બહુ સમર્થ હતા. ઘણા જ અન્યમતિઓ એટલે... એ મોઢમાં તો આખો વૈષ્ણવ સંપ્રદાય છે. તેમાંથી અને બીજા પણ ઘણા જેનો મોટી સંખ્યામાં એમના વખતમાં બન્યા.
“શ્રીમદ્જીએ તો એક જગ્યાએ એવું લખ્યું છે કે “હેમચંદ્રાચાર્ય એટલા બધા સમર્થ હતા કે ધાર્યું હોત તો એક નવો સંપ્રદાય ઊભો કરી શકત. પણ એમણે એ ડહાપણ કર્યું છે કે એવું કાંઈ વિચાર્યું નથી. એમ કરીને મત આપી દીધો. અને એમાં રહસ્ય શું છે? રહસ્યાર્થ છે. માનો કોઈ ધર્મની અંદર કોઈ સમર્થ માણસ હોય, એવી શક્તિ હોય, એવો ક્ષયોપશમ હોય, Powerful માણસ હોય, એવો પુણ્યયોગ હોય. તો એણે મૂળમાર્ગ ચલાવવો પણ એણે જુદો સંપ્રદાય ના સ્થાપવો. એવા અભિપ્રાયનો એની અંદર સૂર છે આખો. જે ધ્વનિ છે એ ઈ જાતનો છે. એટલે પોતે પણ સમર્થ હતા. પણ કોઈ નવો સંપ્રદાય ચલાવવા નથી માગતા. મૂળ સંપ્રદાય ચલાવવો. ફાંટો વધારવો નહિ, ફાંટો