________________
પત્રાંક-૭૦૩
૨૦૧ ફરજિયાત ગૃહસ્થાશ્રમ. એ રીતે એ લોકોએ ઉપદેશ કર્યો છે. પછી પચાસ વર્ષથી વાનપ્રસ્થાશ્રમ પછી સંન્યાસ્તાશ્રમ એવી રીતે એ લોકોએ ચાર આશ્રમ કહ્યા છે. અને એવા “ક્રમાદિથી કરીને વિચારતાં મનુષ્યની વૃદ્ધિ થાય તેવો ઉપદેશ કર્યો દૃષ્ટિગોચર થાય છે.”
જ્યારે જિનોક્ત માર્ગમાં તેથી ઊલટું જોવામાં આવે છે... ત્યાં બ્રહ્મચર્યની પ્રશંસા કરી છે અને ગૃહસ્થમાં પ્રવેશ નહિ કરવાનો ઉપદેશ છે. ગૃહસ્થપણામાં પ્રવેશ કરવાનો ઉપદેશ નથી કે તમારે ગૃહસ્થપણું પાળવું જ જોઈએ. એવો કોઈ ઉપદેશ નથી. ઊલટું જોવામાં આવે છે. “અથવુ તેમ નહીં કરતાં....” એટલે ગૃહસ્થપણામાં નહિ પ્રવેશ કરતા ગમે ત્યારે જીવ વૈરાગ્ય પામે. નાની ઉંમરમાં પણ તો સંસાર ત્યાગ કરી દેવો એવો ઉપદેશ જોવામાં આવે છે....” ગમે ત્યારે. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા પહેલા પણ અને પછી પણ, જ્યારે પણ જીવને વૈરાગ્ય આવે ત્યારે એ સંસારનો ત્યાગ કરી શ્વે એની પ્રશંસા કરી છે, એની નિંદા કરી નથી. જોકે વેદોક્તમાર્ગની અંદર પણ એવા મહાત્માઓ એમના નામથી જે થઈ ગયા છે, આ “વ્યાસ છે, બીજા છે, ત્રીજા છે, એ લોકો કોઈ ગૃહસ્થાશ્રમમાં નહિ પ્રવેશેલા. છતાં એમની પ્રશંસા ઘણી થઈ છે. એટલે પરસ્પર વિરુદ્ધ અભિપ્રાય પણ ત્યાં જોવામાં આવે છે ખરો.
તેમ નહીં કરતાં ગમે ત્યારે જીવ વૈરાગ્ય પામે તો સંસાર ત્યાગ કરી દેવો એવો ઉપદેશ જોવામાં આવે છે, તેથી ઘણા ગૃહસ્થાશ્રમને પામ્યા વિના ત્યાગી થાય.” એવા ઉપદેશને કારણે ઘણા મનુષ્યો ગૃહસ્થાશ્રમને અંગીકાર કર્યા વિના જ ત્યાગી થઈ જાય “અને મનુષ્યની વૃદ્ધિ અટકે, કેમકે તેમના અત્યારથી જે કંઈ તેમને સંતાનોત્પત્તિનો સંભવ રહેત તે ન થાય અને તેથી વંશનો નાશ થવા જેવું થાય...” માનો કે એકનો એક દીકરો હોય અને એ ગૃહસ્થ થાય જ નહિ. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશે જ નહિ તો પછી એના વંશનો નાશ થઈ જાય. આખો વંશવેલો અટકી જાય. તેના જેવું થાય. અને જેથી દુર્લભ એવું મનુષ્યપણું જે મોક્ષસાધનરૂપ ગયું છે, તેની વૃદ્ધિ અટકે છે, માટે તેવો અભિપ્રાય જિનનો કેમ હોય ?’ માટે જિનેન્દ્ર ભગવાનનો આવો અભિપ્રાય કેમ હોય? તે જાણવા આદિ વિચારનું પ્રશ્ન લખ્યું છે, તેનું સમાધાન વિચારવા અર્થે અત્રે લખ્યું છે. આ તો પ્રશ્ન