________________
૨૧૦.
રાજહૃદય ભાગ-૧૪ સિદ્ધાંત છે કે પહેલા બીજાનું હિત કરવું, ભલે આપણું અહિત થાય તે કર્તબુદ્ધિએ પ્રવૃત્તિ કરે છે. એ મોટું ગૃહીત મિથ્યાત્વ છે.
શું કહે છે ? કે “મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એ વિચાર મુખ્યપણે લૌકિક દૃષ્ટિનો છે, પણ તે દેહ પામીને... એટલે મનુષ્યદેહ પામીને અવશ્ય મોક્ષસાધન કરવું, અથવા તે સાધનનો નિશ્ચય કરવો,...” મોક્ષમાર્ગની અંદર પ્રવેશ કરીને મોક્ષ ન સધાતો હોય તો નિશ્ચય કરવો કે મોક્ષમાર્ગ પ્રાપ્ત કરી જ લેવો છે. “એ વિચાર મુખ્યપણે અલૌકિક દૃષ્ટિનો છે. એટલે એક મુમુક્ષુ લીધા અને એક મોક્ષમાર્ગી લીધા. પણ એ અલૌકિક દૃષ્ટિમાં અલૌકિક માર્ગે જવાવાળા જીવો છે. - “અલૌકિક દૃષ્ટિમાં મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એમ કહ્યું નથી, તેથી મનુષ્યાદિનો નાશ કરવો એમ તેમાં આશય રહે છે, એમ સમજવું ન જોઈએ. ઓલા દલીલ કરે છે ને? કે આમાં તો મનુષ્યોનો નાશ થઈ જશે. જો અનેક જીવો સંસારનો વૈરાગ્ય પામીને ગૃહસ્થપણું નહિ ભોગવે તો પછી મનુષ્યનો નાશ થઈ જશે. તો કહે છે, નહિ. આમાં ક્યાંય નાશ કરવાની વાત નથી. હિંસા કરવાની વાત તો કયાંય છે જ નહિ. એમાં નાશ કરવાનો તો આશય છે જ નહિ એમ સમજવું. અથવા નાશ કરવાનો આશય છે એમ ન સમજવું.
લૌકિક દૃષ્ટિમાં તો યુદ્ધાદિ ઘણા પ્રસંગમાં હજારો મનુષ્યો નાશ પામવાનો વખત આવે છે, અને તેમાં ઘણા વશરહિત થાય છે....જુઓ! હવે ત્યાં પાછો ઉપદેશ આવશે. વર્ણાશ્રમનો ઉપદેશ આવશે તો કહેશે કે) તમે ક્ષત્રિય છો, તમારે યુદ્ધ કરવું જરૂરી છે. પછી ત્યાં મનુષ્યપણાના નાશનું શું થાશે ? ત્યાં તો કેટલાયને મારી નાખશો તમે. કેટલાયને વંશ વગરના કરશો. આ તમારા ધર્મમાં પરસ્પર વિરુદ્ધ સિદ્ધાંત થયો. એક જગ્યાએ મનુષ્યની વૃદ્ધિ કરવી અને બીજી જગ્યાએ મનુષ્યનો નાશ કરવો, બેય તમારા જ સિદ્ધાંત આવી ગયા. જુઓ ! વાતને ક્યાં ભીડાવી દીધી ! લૌકિક દૃષ્ટિમાં તો યુદ્ધાદિ ઘણા પ્રસંગમાં હજારો મનુષ્યો નાશ પામવાનો વખત આવે છે, અને તેમાં ઘણા વશરહિત થાય છે, પણ પરમાર્થ એટલે અલૌકિક દષ્ટિનાં તેવાં કાર્ય નથી,” ક્યાંય પણ જેનમાર્ગને વિષે અથવા અલૌકિક દૃષ્ટિમાં ક્યાંય યુદ્ધ કરીને બીજાની હિંસા કરવી એવો સિદ્ધાંત