________________
પત્રાંક-૬૯૩
૬૫ અભિપ્રાયો જોવા મળે છે. જુદી જુદી કોટીના સાધક જીવોને ઉપદેશ છે. એટલે શંકાનું સ્થાન પડે. કરણાનુયોગમાં ચૌદ રાજૂલોકનું વર્ણન આવે. નારીના આવા ક્ષેત્ર હશે કે નહિ ? સ્વર્ગમાં આવું બધું હશે કે નહિ ? કોને ખબર ? અહીં તો બધી વાત કરી છે. સ્વયંભૂરમણસમુદ્રમાં એક હજાર યોજનનો મગરમચ્છ કીધો છે. આવડો મોટો મગરમચ્છ હોય કે ન હોય ? એક હજાર યોજના એક હજાર ફૂટ નહિ, મીટર નહિ. એક હજાર યોજનનો મગરમચ્છ. કોને ખબર ? એવા બધા વર્ણનો આવે.
મહાવિદેહક્ષેત્રમાં આટલી ઊંચાઈના મનુષ્ય હોય, પાંચસો ધનુષવાળા હોય, સો ધનુષવાળા હોય, બસ્સો ધનુષવાળા હોય. આટલા હજાર, કરોડો, અબજો વર્ષના આયુષ્ય હોય. કોને ખબર? ભાઈ ! આવું બધું હોતું હશે? કોને ખબર ? જે માણસની ઊંચાઈ પાંચસો ધનુષ હોય તો એનું ઘર કેવડું હોય ? આપણે પાંચ-છ ફૂટની ઊંચાઈવાળાને દસ ફૂટની Ceiling રાખવી પડે, પંદર ફૂટની Ceiling રાખવી પડે. એને કેટલું રાખવું પડે ? એને એક એક ઓરડો હજાર ધનુષનો Ceiling વાળો રાખવો પડે. ત્યારે થાય. આપણને કાંઈ બેસતું નથી. આ બધી વાત કાંઈક અલંકાર કરવા માટે, ઉપમાઓ આપવા માટે લખી હોય એવું લાગે. એને શંકા પડે.
એક તો સંદેહના સ્થાન ઘણા લાગે. કેમકે એને જે દુનિયા દેખાય છે અને એની જે બુદ્ધિની સીમા છે એની બહારની ઘણી વાતો છે. બીજું, એને એ પણ ખબર નથી કે પહેલી વાત કઈ સમજવી ? અને પછી વાત કઈ વિચારવી ? જે અત્યારે વિચાર કરવાની અને ક્ષમતા નથી એ વાતનો એ વિચાર કરે છે. જુઓ ! આગળ આવી ગયુંને ? કે ભાઈ ! સુંદરલાલભાઈની કઈ ગતિ થઈ છે ? “સુંદરલાલની ગતિનો પ્રશ્ન પૂછ્યો. તો કહ્યું, તમારે અત્યારે એ પ્રશ્ન ઉપશમ કરવો. એ પ્રશ્ન શાંત કરી ક્યો. અત્યારે એ વિચારવાનું તમારું ગજું નથી. કાં તો તમે એનો કોઈ એકાદો પ્રસંગ જોઈને એમ વિચારતા હશો કે એની માઠી ગતિ થઈ હશે. કાં તો એનો કોઈ સારો ભાવ જોઈને એની ગતિ સારી થઈ હશે. પણ એ તમારો વિષય નથી. બહુ ગહન વિષય છે. આયુષ્યની ગતિ કેવી રીતે પડે એ વિષય તો ઘણો ગહન છે. એ કોઈ બે-પાંચ પ્રસંગોથી નક્કી થઈ જાય એવો કોઈ વિષય નથી. આખા જીવનનો સરવાળો મારવાની વાત છે. આખા