________________
૧૬૫
પત્રાંક-૭૦૧ અજવાળું થયું, અંધારું થયું. સૂક્ષ્મ છે તોપણ એક આંખથી પકડાય છે. પણ ગંધના, અવાજના કે હવાના પરમાણુઓ એ રીતે આંખથી પકડાતા નથી. કેમકે એ એથી વધારે સૂક્ષ્મ છે. જે સ્થૂળ સૂક્ષ્મના ભેદો છે એમાં એ જાય છે. એને સ્થૂળસૂક્ષ્મ અને સૂક્ષ્મસ્થળ કહેવામાં આવે છે.
પ્રકાશ અને અંધારું આ નરી આંખે દેખાય છે એ સૂક્ષ્મ પરમાણુ હોવા છતાં ધૂળસૂક્ષ્મ છે. કેવા છે ? ધૂળસૂક્ષ્મ છે. એકલા સૂક્ષ્મ નથી પણ સ્થૂળસૂક્ષ્મ છે કે આંખથી જણાય છે. જ્યારે આ ગંધના, અવાજના અને હવાના પરમાણુઓ એ સૂક્ષ્મસ્થળ છે. જ્ઞાનમાં ગ્રહણ થાય છે કે અત્યારે હવા ગરમ થઈ ગઈ. દસ વાગ્યા હવા ગરમ થઈ ગઈ. હવા દેખાતી નથી. પણ એની ગરમીથી-સ્પર્શથી ખ્યાલ આવે છે તો એ સૂક્ષ્મસ્થળ છે. ધૂળ ખરા પણ ઇન્દ્રિયથી પકડાય છે માટે સ્થૂળ પણ સૂક્ષ્મસ્થળ છે. ઓલા સ્થળસૂક્ષ્મ છે, આ સૂક્ષ્મસ્થળ છે. એટલે સ્થળધૂળ, ધૂળ, ધૂળસૂક્ષ્મ, સૂક્ષ્મસ્થળ, સૂક્ષ્મ અને સૂક્ષ્મ-સૂક્ષ્મ. એવા છે ભેદ લેવામાં આવ્યા છે. અહીંયાં એની વાત કરી છે.
હવાના પરમાણુઓ દેખાવા વિષેમાં કંઈક તેઓના લખવાની વ્યાખ્યા કે જોયેલા સ્વરૂપની વ્યાખ્યા કરવામાં પર્યાયાંતર લાગે છે. એટલે કાંઈક બીજી અવસ્થાને બીજી અવસ્થા એ લોકોએ માની લીધી છે, એમ કહેવું છે. ‘હવાથી ગતિ પામેલા કોઈ પરમાણુસ્કંધ (વ્યાવહારિક પરમાણ, કિંઈક વિશેષ પ્રયોગે દૃષ્ટિગોચર થઈ શકવા યોગ્ય હોય તે) દૃષ્ટિગોચર થવા સંભવે છે; હજુ તેની વધારે કૃતિ પ્રસિદ્ધ થયે સમાધાન વિશેષપણે કરવું યોગ્ય લાગે છે. એટલે શું કહે છે? કે હવાના ગતિ પામેલા કોઈ પરમાણુ સ્કંધ દૃષ્ટિગોચર થવા સંભવે છે. જેમકે વંટોળિયો. વંટોળિયાને લઈને એમ લાગે કે, ભાઈ ! અત્યારે બહુ જોરદાર હવા છે. હવામાં તોફાન થયું હોય તો એની અંદર ઘણા રજકણો ઊડતા હોય, ધૂળની ડમરીઓ ચડતી હોય તો માણસને એમ લાગે કે અમે હવાને જોઈ શકીએ. એ હવાને નથી જોતા. એ બીજા પરમાણુસ્કંધ છે કે જે દષ્ટિગોચર થવા સંભવે છે. શું લીધું એમણે? ‘હવાની ગતિ પામેલા કોઈ પરમાણુસ્કંધ દૃષ્ટિગોચર થવા સંભવે છે;” જેમકે વાવાઝોડું હોય ત્યારે વરસાદ સાથે હોય તો ખબર પડે. પણ એ પાણીના પરમાણુ દેખાય છે. હવાના પરમાણુ આંખથી