________________
રાજહૃદય ભાગ-૧૪
૧૪૬
મુમુક્ષુ – નિગોદનું શરીર....
પૂજ્ય ભાઈશ્રી – હા, એ નિગોદનું શરીર છે. એને જુદું શરીર છે માટે એ શરીર સાથે લાગુ ન પાડ્યું. નિગોદના જીવને નિગોદનું શરીર છે. એને આ શરીર નથી. એટલા માટે.
મુમુક્ષુ - નિગોદ...
પૂજ્ય ભાઈશ્રી – હા. એ નિગોદના જીવો અને એના શરીરો પણ આ લોકની અંદર ઠાંસી ઠાંસીને ભર્યા છે. કયાંય ખાલી જગ્યા નથી. જીવ વગરની ખાલી જગ્યા નથી, પરમાણુ વગરની ખાલી જગ્યા નથી, કાળાણ વગરની ખાલી જગ્યા નથી, આકાશ વગરની ખાલી જગ્યા નથી, ધર્માસ્તિકાય વગરની ખાલી જગ્યા નથી, અધમસ્તિકાય વગરની ખાલી જગ્યા નથી. છએ દ્રવ્યો લોકની અંદર એકસાથે રહેલા છે. એમાં પાંચ અસ્તિકાય છે અને એક કાળાણ છે. એમ કહે છે.
મુમુક્ષુ - ઝઘડતા નથી, એકસાથે રહ્યા છે.
પૂજ્ય ભાઈશ્રી :- ના. એકસાથે રહેવા છતા તેઓ પરસ્પર કાંઈ તકરાર કે ઝઘડો કરતા નથી. એકબીજાને ધક્કો મારતા નથી કે તું આઘો ખસ મારે અહીંયાં રહેવું છે. એને જગ્યા આપે છે. છએ દ્રવ્યોમાં. અવગાહન શક્તિ છે એટલે એ જગ્યા આપે છે. જ્યારે કોઈને આવવું જવું હોય તો ક્યાંય પણ ટકરાતા નથી, ઘર્ષણમાં આવતા નથી, તકરાર કરતા નથી, નિષેધ કરતા નથી, વિરોધ કરતા નથી. કાંઈ કરતા નથી. ઊલટાને અવકાશ આપે છે. એકબીજાને અવકાશ આપે છે. આવવા જવાનો રસ્તો મોકળો કરી ધે છે. કાંઈ પણ પ્રતિબંધ કરતા નથી. એ ઉપદેશ આપે છે. એ છએ દ્રવ્યો ઉપદેશ આપે છે કે, ભાઈ ! તું ક્યાંય પણ ઘર્ષણમાં રહે નહિ, ક્યાંય પણ ઘર્ષણમાં આવી નહિ. તું સરળતાથી રસ્તો મોકળો કરી દે. પછી કાંઈ વાંધો આવશે નહિ. અહીં સુધી રાખીએ.