________________
પત્રાંક-૭૦૨
૧૬૯
કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી, એમ જાણી લખ્યું છે. તે માત્ર અનુકંપાબુદ્ધિએ, નિરાગ્રહથી, નિષ્કપટતાથી, નિર્દભતાથી, અને હિતાર્થે લખ્યું છે, એમ જો તમે યથાર્થ વિચારશો તો દૃષ્ટિગોચર થશે, અને વચનનું ગ્રહણ કે પ્રેરણા થવાનો હેતુ થશે.
૭૦રમો પત્ર છે એનું મથાળુ છેઃ “વિચારવાન પુરુષો તો કૈવલ્યદશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે.” શું કહે છે ? કે પ્રમાદ શા માટે કરતા નથી ? આત્મહિતના કાર્યમાં વિચારવાન પુરુષો કદી પણ પ્રમાદ કરતા નથી. ક્યાં સુધી ? કે પૂર્ણ શુદ્ધિનું જે ધ્યેય બાંધ્યું છે એ પૂર્ણ શુદ્ધિની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એ પગ વાળીને બેસતા નથી, એમ કહેવું છે. પોતાનો પુરુષાર્થ અવિરતપણે ચાલુ જ રાખે છે અને ક્યારે પણ પ્રમાદમાં આવતા નથી). પ્રમાદ એટલે સૂઈ જવું એમ નહિ, બેસી રહેવું એમ નહિ. પણ બીજા સાંસારિક કાર્યોમાં આત્મહિતનું વિસ્મરણ કરીને લાગી જવું, આત્મહિતને ભૂલીને લાગી જવું અને પ્રમાદ કહેવામાં આવે છે. પછી પૂજા કરે અને આત્મહિતનું ત્યાં વિસ્મરણ હોય અને રૂઢિગતપણે પૂજા કરે કે ચાલો ભગવાનની, જિનેન્દ્રદેવની પૂજા કરી લ્યો. તો એને પ્રમાદ કહ્યો છે. વેપાર કરે તે પ્રમાદ એમ નહિ. ખાવું, પીવું કે એનું નામ પ્રમાદ નહિ. બીજા કાર્યોમાં લાગી જાય એનું નામ પ્રમાદ નહિ. શુભક્રિયામાં લાગે પણ આત્મહિતનું લક્ષ જો દુર્લક્ષ થઈ જાય, વિસ્મરણ થઈ જાય, લક્ષ ન રહે તો એને પ્રમાદ કહેવામાં આવે છે.
એટલા માટે એમ વિચારવામાં આવ્યું છે કે જે જીવને આત્મહિતનું ધ્યેય, પૂર્ણતાનું લક્ષ બંધાય છે તે છૂટતું નથી. પર્યાયે પર્યાયે એને પોતાના નિજહિતની જાગૃતિ સદાય વર્તે છે, નિરંતર વર્તે છે અને તેથી એને આત્મહિતના વિષયમાં પ્રમાદ નથી. એ પોતાનું ધ્યેય પૂરું કરશે ત્યાં સુધી. ભલે ઉપર ઉપરના ગુણસ્થાનમાં શુદ્ધિ વિશેષ થઈને આવશે તોપણ એ સદાય પ્રમાદરહિતપણે પુરુષાર્થમાં જોડાયેલો જ જીવ રહે છે. પુરુષાર્થ રહિત થતો નથી. એટલે એવા જીવોને વિચારવાન જીવો અહીંયાં કહ્યા છે. કૈવલ્યદશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપ સમજીને જ વર્તે છે. ગમે ત્યારે