________________
પત્રાંક-૭૧૬
૪૦૩ પત્રાંક-૭૧૬. લલ્લુજી'મુનિ ઉપરનો પત્ર છે. “શ્રી રામદાસ સ્વામીનું યોજેલું “દાસબોધ' નામનું પુસ્તક મરાઠી ભાષામાં છે.” સ્વામી રામદાસ” એ છત્રપતિ શિવાજીના ગુરુ થઈ ગયા. છત્રપતિ શિવાજીએ જેને ગુરુ તરીકે ધારેલા એ આ “સ્વામી રામદાસ' છે. એ લગ્નના માયરામાંથી ભાગ્યા હતા. એમનો ઇતિહાસ એવો છે. અમારે ભણવામાં એમની વાત આવતી હતી.
છત્રપતિ શિવાજીના ગુરુ મહારાષ્ટ્રમાં થયા. મહારાષ્ટ્રના કોઈ ગામડામાં. વૈરાગી હતા. લગ્ન નહોતા કરવા પણ એકનો એક દીકરો કે એવું હશે એટલે પરણાવ્યા. એ લોકોને તો વંશ રાખવાનું વિશેષ હોય છે. પરાણે લગ્નમાં જોડે છે. પહેલા રાત્રે લગ્ન થતા. પહેલા તો રાત્રે જ લગ્ન થતાં. અંધારી રાત હતી. ત્યાં બ્રાહ્મણે કહ્યું કે સાવધાન. સાવધાનના અમુક બોલ બોલે છે. હિન્દુ વિધિના લગ્નમાં સાવધાનના બોલ બોલે છે. તાંબાકુંડી સાવધાન, કન્યા પધરાવો સાવધાન, ફલાણું સાવધાન, . સાવધાન. ઘણા બોલ બોલે છે. સમય વર્તે સાવધાન. એ સમય વર્તે સાવધાન આવ્યું અને એને એમ થયું કે મહારાજ મને કહે છે કે આ છેલ્લો સમય છે. સાવધાન થવાનો સમય વર્તવા માટે આ છેલ્લો સમય છે. હવે જો બંધાઈ ગયો તો પછી ખલાસ વાત છે. એટલે એમનેમ લગ્નના મંડપમાંથી મુઠ્ઠી વાળીને ભાગ્યા. ભાગ્યા તો બધા પાછળ દોડ્યા ખરા પણ અંધારી રાત હતી. એટલે કોઈ એક ઝાડ મળ્યું એના ઉપર ચડી ગયા. બધાએ ઘણા ગોત્યા કે આમ ગયા હશે, આમ ગયા હશે. પણ ક્યાંય પત્તો લાગ્યો નહિ. કલાક-બે કલાક ગોતીને સૌ સૌના ઘરે વયા ગયા. આ પરોઢિયે ઉતરીને પછી ચાલ્યા ગયા. ત્યારપછી પોતે અભ્યાસ કર્યો છે. વેદાંતનો અભ્યાસ કરેલો છે. શિવાજીએ એને ગુરુ તરીકે માનેલા. એ રીતે બહુ પ્રસિદ્ધ થયા. પ્રસિદ્ધ વ્યક્તિ થઈ ગયા. જોયું છે. આ પુસ્તક જોયું છે. ગુજરાતીમાં એનું ભાષાંતર થયું છે.
શ્રી રામદાસસ્વામીનું યોજેલું “દાસબોધ' નામનું પુસ્તક મરાઠી ભાષામાં છે. તેનું ગુજરાતી ભાષાંતર છપાઈ પ્રગટ થયું છે; જે પુસ્તક વાંચવા તથા વિચારવા અર્થે મોકલ્યું છે. જુઓ ! લલ્લુજીને જેનના સાધુને અને એમના મુમુક્ષુ છે, અત્યારે તો એમના મુમુક્ષુ છે તો એમને