________________
૨૦૪
રાજહૃદય ભાગ-૧૪ માફી મળે એ જૈનદર્શનમાં નથી. તીર્થંકરમાં માટે એ વાત નથી.
મુમુક્ષુ - જૈનદર્શનમાં પાંડવો સમ્યગ્દષ્ટિ..
પૂજ્ય ભાઈશ્રી – હા, પાંડવો સમ્યગ્દષ્ટિ હતા. અને ત્રણ પાંડવો તો મુક્તિમાં ગયા. બે સર્વાર્થસિદ્ધિમાં ગયા. એ તો જે પાપ કરે એનું ફળ મળે. પુણ્ય કરે એનું ફળ મળે. કોઈ પરિણામ નિષ્ફળ નથી. એ પદાર્થનું વિજ્ઞાન છે. એમાં કોઈની ઘાલમેલ ચાલતી નથી. ઈન્દ્ર, નરેન્દ્ર, જિનેન્દ્ર કોઈનો હસ્તક્ષેપ કુદરતના કાર્યની અંદર થઈ શકતો નથી, કરી શકાતો નથી. એ વસ્તુસ્થિતિ છે.
મુમુક્ષુ - મિથ્યાષ્ટિ હોય.
પૂજ્ય ભાઈશ્રી :- એમ છે કે અનાદિથી તો બધા જ જીવો મિથ્યાદૃષ્ટિ હતા. સિદ્ધાલયમાં અનંતા સિદ્ધો છે એમાં એક પણ સિદ્ધ એવા નથી કે જે સંસારમાં મિથ્યાષ્ટિપણે પહેલા નહોતા. બધા જીવો અનંત કાળ મિશ્રાદષ્ટિપણે રહ્યા છે, સિદ્ધ થયા તે પણ.
મુમુક્ષુ:- ત્રેસઠમાં...
પૂજ્ય ભાઈશ્રી :- નહિ. ત્રેસઠમાં અનાદિનું એ દ્રવ્ય છે. એ ૬૩ Nલાકાપુરુષોમાં એ દ્રવ્ય પણ અનાદિનું છે એ રીતે ત્રેસઠ ષલાખાવાળું જ છે. પણ જે ચોવીસીમાં એનો ઉદય આવે છે એમાં એનો ઇતિહાસ પ્રસિદ્ધ થાય છે. બાકી બધા જ જીવો મિથ્યાદૃષ્ટિ હોય છે. ૬૩ કે વગર ૬૩. મુક્તિમાં જાય એમાં શું ફેર છે ? વગર ૬૩ મુક્તિમાં ગયા અને શું વાંધો કયો ? એને કાંઈ ઓછી મુક્તિ મળી અને ઓલાને ૬૩ પલાકાવાળાને? બસ ! પતી ગયું.
એમાંથી બોધ એ લેવાનો છે કે, આ જીવ ભલે મિથ્યાષ્ટિ હોય પણ જ્યારે એ મોક્ષમાર્ગમાં પ્રવેશ કરે તો એને કાંઈ વાંધો આવવાનો નથી. અને મોક્ષમાર્ગમાં ન પ્રવેશ કરે તો ગમે તે હોય, ૬૩માં એનું નામ હોય તોપણ એને દુઃખ ભોગવવું, સાતમી નારીનું દુઃખ ભોગવવું એ નિયમબદ્ધ થઈ ગયું. એ કાંઈ જેવી તેવી સજા છે?
મુમુક્ષુ – પહેલી નરકમાં જવું...
પૂજ્ય ભાઈશ્રી - સાતમી તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ દુઃખનો વધુમાં વધુમાં કાળ પાછો ૩૩ સાગર એટલે. વધુમાં વધુ દુઃખ અને વધુમાં વધુ