________________
૪૧૪
રાજહૃદય ભાગ-૧૪ ૭૧૭. ગાંધીજી ‘ડરબનમાં હતા એમના ઉપર આ પત્ર લખાયેલો છે. “આત્માર્થી ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે, ડરબન તમારો લખેલો કાગળ મળ્યો હતો. ગાંધીજીએ પત્ર વ્યવહાર ચાલુ રાખેલ છે. આ કાગળથી ટૂંકામાં ઉત્તર લખ્યો છે. નાતાલમાં સ્થિતિ કરવાથી તમારી કેટલીક સવૃત્તિઓ વિશેષતા પામી છે, એમ પ્રતીત થાય છે; પણ તમારી તેમ વર્તવાની ઉત્કૃષ્ટ ઇચ્છા તેમાં હેતુભૂત છે.” “નાતાલ' કરીને એક ઈંગ્લેન્ડની અંદર કોઈ ગામ છે. એ ગામની અંદર પોતે ગયા છે. ત્યાં કોઈ પાદરીઓનો ક્રિશ્ચયન પાદરીઓનો એમને સંગ છે. એમની પણ એવી ઇચ્છા થઈ છે કે કોઈ સવૃત્તિઓને વધારવી, ધાર્મિક વૃત્તિઓને વધારવી. એટલે એમણે એમ લખ્યું છે કે હું અહીંયાં આવ્યા પછી મારી વૃત્તિઓમાં સારો એવો ફેર છે. એટલે એમણે એનો ઉત્તર લખ્યો છે.
નાતાલમાં સ્થિતિ કરવાથી તમારી કેટલીક સદ્ગત્તિઓ વિશેષતા પામી છે, એમ પ્રતીત થાય છે. તમારા પત્રથી. પણ એ નાતાલને કારણે નથી, એમ કહે છે. પણ તમારી તેમ વર્તવાની ઉત્કૃષ્ટ ઇચ્છા તેમાં હેતુભૂત છે.” તમને એમ થયું કે હવે આપણે કોઈ ધાર્મિક Line ઉપર જાવું છે, કોઈ સારા કાર્યો કરવા છે, એવી જે ઉત્કૃષ્ટ ઇચ્છા અને ભાવના છે એને લઈને એમ થયું છે. કોઈ ક્ષેત્રને લઈને એમ થયું નથી.
રાજકોટ કરતાં નાતાલ કેટલીક રીતે તમારી વૃત્તિને ઉપકાર કરી શકે એવું ક્ષેત્ર ખરું, એમ માનવામાં હાનિ નથી, કેમકે “રાજકોટ’ એ આવતા ત્યારે આ રાજકારણમાં પડી જતા. હિન્દુસ્તાનના રાજકારણમાં એવી રીતે પડી જતા. એ વખતે અંગ્રેજોનું રાજ હતું. એટલે અંગ્રેજો અને રજવાડાઓની પણ ગડબડ ઘણી હતી. દેશી રજવાડાઓમાં પણ અનીતિ ઘણી હતી અને એ પણ પરાકાષ્ઠાએ પહોંચેલી. આ બાજુ અંગ્રેજોની પણ ગડબડ ઘણી હતી. એ પછી એની અંદર અટવાઈ જતા હતા. એટલે કહે છે રાજકોટ કરતાં નાતાલ કેટલીક રીતે તમારી વૃત્તિને ઉપકાર કરી શકે એવું ક્ષેત્ર ખરું...” કેમકે દૂરનું ક્ષેત્ર હતું. ત્યાં કોઈ બીજું રાજકારણ નહિ હોય. “એમ માનવામાં હાનિ નથી....” એમ માનીએ તો ઠીક વાત છે.
કેમકે તમારી સરળતા સાચવવામાં અંગત વિબનો ભય રહી શકે