________________
પત્રાંક-૬૯૬
૧૧૩
જાવું અને બોલતા પણ જાવું. ન બને એમ કહે છે, ખાતા ખાતા માણસ ન બોલી શકે. ખાઈ લીધા પછી બોલે. પણ ચાવતા-ચાવતા ન બોલી શકાય. એમ કહે છે કે નહિ ? આ એવી વાત છે થોડી. અમે અમારા અનુભવ૨સને અત્યારે પીએ છીએ. અમારા જ્ઞાન અને આનંદના ભોજનને અત્યારે અમે જમીએ છીએ. આનંદનામૃત નિત્ય ભોજી’ નિર્જરા અધિકાર શરૂ કરતાં ‘અમૃતચંદ્રાચાર્યજી’એ આ કળશ લખ્યો કે અમે તો આનંદ અમૃતના નિત્ય ભોજન કરનારા છીએ. ‘આનંદનામૃત નિત્ય ભોજી’ એવો શબ્દ લીધો છે, લ્યો ! એ ભોજન કરતા કરતા એ વાત કરવી એ કૃત્રિમતા લાગે છે. કેમકે પ્રયોગ કરવો એ અકૃત્રિમ છે અને વાત કરવી તે કૃત્રિમ છે. તેની ને તેની વાત કરવી તે કૃત્રિમ છે. કેમકે વાતમાં પ્રયોગ નથી, પ્રયોગમાં વાત નથી. પ્રયોગ પરિણમનરૂપ છે, વાત વાત છે. એટલે એ વાતને પોતે સ્પષ્ટ કરે છે.
એકધારાએ અમારા પ્રારબ્ધને અમે સમ્યક્ પ્રકારના પુરુષાર્થ દ્વારા વેદીએ છીએ અને એ પ્રકારે વેદતા પરમાર્થ વ્યવહારરૂપ જે પ્રવૃત્તિ છે એ પણ અમને કૃત્રિમ જેવી લાગે છે કે આવી શું વાતો કરવી ? આ તો પરિણમનનો વિષય છે. વાત કરવાનો વિષય થોડો છે ? મીઠાઈ તો ખાવાની ચીજ છે, કાંઈ વખાણ કરવાની ચીજ થોડી છે કે વખાણ કરીને સંભળાવી દઈએ એટલે સામાનું પેટ ભરાઈ જાય. એ તો ગમે તેટલા વખાણ કરશો તો કોઈનું પેટ ભરાવાનું નથી. એ જમશે ત્યારે જ પેટ ભરાશે.
અને તે આદિ કારણથી માત્ર...' અને એવા અમારા પુરુષાર્થના કાર્યમાં સારી રીતે એકધારાએ લાગેલા રહેતા હોવાથી માત્ર પહોંચ લખવાનું પણ કર્યું નથી.' એટલે તમારા પત્રોની પહોંચ પણ લખવાનું અનેક વાર નથી કર્યું એનું કારણ આ છે કે અમે અત્યારે મહત્વના કાર્યમાં પરોવાયેલા છીએ. એ કાર્યમાંથી ઉપયોગ ફેરવીને પત્રની પહોંચ લખવી એ પણ અમને ફાવતું નથી. માણસ કહે, એટલામાં શું હવે ? કાગળની એક પહોંચ લખી નાખવી એમાં શું ? પણ એ જરા વિચારવા જેવો વિષય છે.
દુકાનદારને બે-ચાર ગ્રાહક પણ સાથે લાગેલા હોય અને જે ગ્રાહકમાં એને રસ પડ્યો હોય કે આ તો બહુ મોટું ડાળું છે. વેપારની ભાષામાં શું