________________
૩૯૬
રાજહૃદય ભાગ-૧૪ અવગાહન કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ ત્યારે એમાં કયાંય સિદ્ધાંત વિરુદ્ધતા ન આવે. જ્ઞાનીપુરુષોએ કહ્યું છે એ સર્વ માન્ય કરવું. સમજીને માન્ય કરવું, ઓઘેઓઘે તો અનંત વાર માન્ય કર્યું છે. પણ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી ઓઘસંજ્ઞાએ પણ માન્ય કરવું પણ અમાન્ય ન કરવું. કયા કારણથી અમાન્ય ન કરવું ? કે પોતાની યોગ્યતા જોઈને. અમાન્ય કરવાની પોતાની કોઈ યોગ્યતા નથી. આમ કહે છે, ભલે એમ કહે પણ એમ હોય. એ યોગ્યતા મુમુક્ષુમાં નથી. એટલી પોતાની મર્યાદામાં રહીને, મુમુક્ષતાની મર્યાદામાં રહીને સૂત્ર સિદ્ધાંતને માન્ય કરવા અને તેને સમજવાનો પ્રયત્ન કરવો.
માન્ય કરવાથી આસ્તિકય બુદ્ધિ રહેતા સમજવામાં સફળતા મળશે પણ અમાન્ય કરવાથી તો કદિ પણ એ સમજી શકાશે નહિ. આમાં ફરક શું છે ? કે આસ્તિકક્ય બુદ્ધિવાળાને સમજવાનો પ્રયત્ન કરતા ક્રમે કરીને સમજાય છે. પણ એના ઉપર ચુકાદો આપી દે છે પોતાનો કે નહિ આમ ન હોય પણ આમ હોય. એને તો એ વાત સમજાવાની છે જ નહિ.
મુમુક્ષ:
પૂજ્ય ભાઈશ્રી - એ તો વાત ચાલે છે કે જ્ઞાની પુરુષોએ, શ્રીગુરુએ કહ્યું છે તે માન્ય કરવું. એ અમાન્ય ન કરવું. અને માન્ય કરવામાં પણ સમજીને માન્ય કરવું. એની સમજણ ન થાય ત્યાં સુધી સમજવાનો પ્રયત્ન કરવો. પણ સમજીને માન્ય કરવું. પણ અમાન્ય તો કદિ કરવું નહિ. અથવા અમાન્ય કરવા જતા ઉત્સુત્ર પ્રરૂપણ થઈ જશે. ઊંધો સિદ્ધાંત, વિપરીત સિદ્ધાંતનું ગ્રહણ થશે, એનું પ્રતિપાદન થશે અને એના જેવું બીજું એકેય પાપ નથી.
મુમુક્ષુ – માતાજીના એ વાત છે, આ જ સત્ય માર્ગ છે. પૂજ્ય ભાઈશ્રી – આ જ સત્ય માર્ગ છે. મુમુક્ષુ :-
પૂજ્ય ભાઈશ્રી – હા. એવી નિઃશંકતા તો અનુભવપૂર્વક જ આવે છે. અને એ પહેલા જ્યાં સુધી અનુભવ નથી ત્યાં સુધી શું કરવું ? કે જે જ્ઞાની પુરુષોએ કહ્યું છે તે માન્ય રાખવું. માન્ય રાખીને સમજવાનો પ્રયત્ન કરવો. સમજીને પરિણમવાનો પ્રયત્ન કરવો.