________________
પત્રાંક-૬૯૩
૬૧
પત્રક-૬૯૩
મુંબઈ, અસાડ સુદ ૨, વિ, ૧૯૫૨
જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય, તે ભલે સુખે સૂએ.
–શ્રી તીર્થંકર - છજીવનિકાય અધ્યયન. જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે; પરમાવગાઢદશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાનાં ઘણા સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વચ્છદંતા, અતિપરિણામીપણું એ આદિ કારણો વારંવાર જીતને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે; અથવા ઊર્ધ્વભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી.
ક્રિયામાર્ગે અસ ્અભિમાન, વ્યવહારઆગ્રહ, સિદ્ધિમોહ, પૂજાસત્કારાદિ યોગ, અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ દોષોનો સંભવ રહ્યો છે.
કોઈક મહાત્માને બાદ કરતાં ઘણા વિચારવાન જીવોએ ભક્તિમાર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે, અને આશાશ્રિતપણું અથવા ૫૨મપુરુષ સદ્ગુરુને વિષે સર્વાર્પણ સ્વાધીનપણું શિરસાવંદ્ય દીઠું છે, અને તેમ જ વર્ત્યા છે, તથાપિ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ; નહીં તો ચિંતામણિ જેવો જેનો એક સમય છે એવો મનુષ્યદેહ ઊલટો પરિભ્રમણવૃદ્ધિનો હેતુ થાય.
તા. ૬-૫-૧૯૯૧,૫ત્રક – ૬૯૩, ૬૯૪ પ્રવચન નં. ૩૧૭
પત્ર-૬૯૩. પાનું-૫૦૪. કેશવલાલ નથુભાઈ, લીંબડી’ ના મુમુક્ષુ ઉપરનો પત્ર છે. જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય, તે ભલે