________________
પત્રાંક-૭૧૪
૩૮૫ છે એમ લેવું. માનસિક વિશુદ્ધિમાં ઉપયોગ ખાલી નિર્મળ થયો છે એટલી વાત લેવી. આમ તો અતીન્દ્રિય જ્ઞાન છે. આંશિક દેશપ્રત્યક્ષ છે. સર્વથા મનનું અવલંબન નથી અને સર્વથા મનનું અવલંબન છે એમ નથી. દેશપ્રત્યક્ષ છે. “શ્રી જિને કહેલા ભાવો અધ્યાત્મ પરિભાષામય હોવાથી..”
મુમુક્ષુ :- સામાન્ય વિશેષ પૂજ્ય ભાઈશ્રી :- હા.
સામાન્ય વિશેષ ચૈતન્યાત્મદૃષ્ટિમાં પરિનિષ્ઠિત શુદ્ધ કેવળજ્ઞાન.” જુઓ ! આ સાવ જુદી જ રીતે કેવળજ્ઞાનની પરિભાષા કરી. સામાન્ય વિશેષ ચૈતન્યાત્મદ્રષ્ટિમાં પરિનિષ્ઠિત શુદ્ધ કેવળજ્ઞાન. નિષ્ઠા એટલે એકાગ્ર થવું. નિષ્ઠિત થવું એટલે એકાગ્ર થવું, સ્થિત થઈ જવું. સારી રીતે સ્થિત થઈ જવું એને પરિનિષ્ઠિત કહે છે. સામાન્ય વિશેષ એવું જે ચૈતન્ય છે. એટલે આખું ચૈતન્ય છે એમાં એકાકાર થઈ જવું. સામાન્ય વિશેષ બંને રૂપમાં. એટલે દર્શનથી, જ્ઞાનથી, સામાન્યથી, વિશેષથી. બધી રીતે. આત્મદ્રષ્ટિએ સ્થિત થઈ જવું એને શુદ્ધ કેવળજ્ઞાન કહેવામાં આવે છે. એ કેવળજ્ઞાન છે તે સર્વથા શુદ્ધ છે. ત્યાં કોઈપણ પ્રકારની અશુદ્ધતા નથી. લોકાલોકને જાણવું એવી લગભગ પરિભાષા નથી કરતા.
મુમુક્ષુ :- ...કેવળ સ્વભાવપરિણામી જ્ઞાન તે કેવળજ્ઞાન.
પૂજ્ય ભાઈશ્રી – હા, બસ ! એમાં એમ જ લીધું છે. કેવળ સ્વભાવ પરિણામી જ્ઞાન તે કેવળજ્ઞાન.
શ્રી જિને કહેલા ભાવો અધ્યાત્મ પરિભાષામય હોવાથી સમજાવા કઠણ છે. અધ્યાત્મ પરિભાષાથી સામાન્ય રીતે જીવ અજાણ્યો હોવાથી એ બધી વાતો સમજાવી કઠણ છે. અને તેના માટે “પરમપુરુષનો યોગ સંપ્રાપ્ત થવો જોઈએ. જે અધ્યાત્મદષ્ટિના જાણકાર છે એવા જે પરમપુરુષ. એટલે પોતાને તારવામાં જે નિમિત્ત પડે તે પરમપુરુષ છે, એમ કહેવું છે. એને અહીંયાં પરમપુરુષ કહ્યા છે. “આત્મસિદ્ધિમાં ગાયું છે, “પરમપુરુષ પ્રભુ સદ્દગુરુ, પરમ જ્ઞાન સુખધામ. એક આત્માને સુખધામ કહ્યો છે અને એક શ્રીગુરુને સુખધામ કહ્યા છે. બે જગ્યાએ એમણે સુખધામ શબ્દનો પ્રયોગ કર્યો છે. “સુખધામ અનંત સુસંત ચહી' એમાં પોતાના સુખધામની વાત છે. આત્મા ને (સુખધામ છે એને) પણ સુખધામ