________________
૧૨૪
રાજહૃદય ભાગ-૧૪ મૂળજ્ઞાન વાવી દે.' એવી તીવ્ર ઉદયની પરિસ્થિતિ છે. ત્યાં સુધી આત્માની દશાને પમાડી દે. નીચે પ્રાપ્ત કરાવી દે. એવો સંભવ જોઈને, એવો પ્રકાર જોઈને, એવું અનુમાન કરીને તેથી ડરીને વર્તવું યોગ્ય છે....” માટે અહીંયાં વધારે સાવચેત રહેવાની જરૂર છે. આ જે અત્યારે વર્તમાનમાં ઉદય ચાલે છે. એ ઉદયથી વધારે ડરીને વર્તવું યોગ્ય છે. એટલે એ વખતે તો બરાબર પુરુષાર્થ પરાયણ થઈને આત્મામાં સાવધાન થવું તે વધારે યોગ્ય છે.
એમ વિચારી...” એટલે એવું કારણ પામીને પત્રાદિની પહોંચ લખી નથી.” આ કારણથી તમને અઢાર દિવસ સુધી પત્રની પહોંચ લખી નથી તે ક્ષમા કરવાની નમ્રતાસહિત પ્રાર્થના છે. માટે તમને કાગળની પહોંચ ન લખી હોય તો અમે નમ્રતાથી પ્રાર્થના કરીએ છીએ કે અમારા આવા વ્યવહારને કે જે બાહ્ય વ્યવહાર ઉચિત ન દેખાય. ઉચિતપણે તો કાગળની પહોંચ લખવી જોઈએ. અનેક કાગળો લખવા છતાં પહોંચ ન લખાય તો તે અનુચિત લાગે. તો એવા પ્રકારનો જે વ્યવહાર થયો એની અમે નમ્રતાથી ક્ષમા માગીએ છીએ. જુઓ ! આ લોકોત્તર સજ્જનતા છે. સજ્જનતામાં લોકો એમ કહે કે, ભાઈ ! મારી થોડી પણ ભૂલ હોય તો હું ક્ષમા માગી લઉં છું.
અહીંયાં તો આ પ્રકાર છે કે પોતે પુરુષાર્થમાં લાગેલા છે. આત્માને એકવાર મૂળજ્ઞાનથી પણ વાવી દે એવા તીવ્ર ઉદયની અંદર બરાબર પુરુષાર્થમાં જોડાયેલા છે. એ કારણે એ પત્ર લખવાના વિકલ્પમાં આવતા નથી. પણ તમને તમારા પક્ષે તો અન્યાય થાય છે. મારા આત્માને ભલે મેં ન્યાય આપ્યો. પણ તમારા આત્માને મેં અન્યાય કર્યો છે. આ ક્યાં કેવી રીતે પોતે વાત લે છે. સીધી. આ લોકોત્તર સરળતા કહેવાય. સરળતા પણ આ લોકોત્તર કહેવાય. મારા આત્માને ન્યાય આપવા જતાં તમારા આત્માને અન્યાય થયો તો હું તમારી ક્ષમા માગું છું.
આપણે આ કહે છે ને ? આ સંવત્સરી પછી ક્ષમાપનાનો વિધિ, ક્ષમાપનાનો આપણે ત્યાં જે રૂઢિરિવાજ છે. એમાં શું છે કે પોતાની જરૂરિયાતને લઈને હિંસા કરવાનો વિકલ્પ નથી હોતો પણ તરસ લાગે તો પાણી પીધા વિના પોતે ચલાવી શકે. ચલાવવા જાય તો કાં પોતાના