________________
પત્રાંક-૭૦૨
૧૭૯ બાકી બધું છોડી દયો. બાહ્ય ક્રિયાકાંડ પણ છોડી દ્યો અને કુટુંબની પળોજણ પણ છોડી દયો, એમ કહેવું છે. તો તે જ સાર્થક છે.''
છેલ્લે...” એટલે મૃત્યુ સમયે છેલ્લે અવસરે અનશનાદિ કે સંતરાદિક કે સંલેખનાદિક ક્રિયા ક્વચિત બનો કે ન બનો તોપણ જે જીવને ઉપર કહ્યો તે ભાવ લક્ષગત છે, તેનો જન્મ સફળ છે, અને ક્રમે કરી તે નિઃશ્રેયને પ્રાપ્ત થાય છે. ઘણા શું વિચાર કરે છે ? કે અત્યારે તો આપણે થાય એટલો ધર્મ રૂઢિપણે કરીએ છીએ. રૂઢિગતપણે. એક વાત પાકી રાખવી છે કે જ્યારે મૃત્યુ સમય આવેને ત્યારે આપણે અનશન લઈ લેવું કાં સંલેખના કરી લેવી.આ જે છેલ્લી ક્રિયા છે એ આપણે ચૂકવી નથી. બીજાને કહી રાખ્યું હોય. એવું લાગેને તો અમને તમે પચખાણ આપી દેજો. મહારાજને બોલાવીને કે ગમે એ રીતે પણ અમને પચખાણ આપી દેજો. પણ અમારે છેલ્લે છેલ્લે અમારી ભાવના છે કે અમારે સંલેખના લઈ લેવી કે અનશન કરી લેવું.
છેલ્લે અવસરે અનશનાદિ કે સંતરાદિક.” સંસ્તર એટલે તમારે શું કહેતા હશે ? કાંઈ શબ્દ ખબર છે ?
મુમુક્ષુ :- ઘાસની પથારી. પૂજ્ય ભાઈશ્રી – ઘાસની પથારી. ઠીક. ઘાસની પથારી.
સંલેખના...” સંલેખના તો આ જ આપણે કહે છે ને ? સંથારો લઈ લીધો. એને સંલેખના કહે છે. એવી “ક્રિયા ક્વચિત્ બનો કે ન બનો....... તમે એની અત્યારથી કાળજી ન કરો. એની ચિંતા નહિ કરો. ભલે બને, ભલે ન બને. કાંઈ વાંધો નહિ. પણ જે જીવને ઉપર કહ્યો તે ભાવ લક્ષગત છે....” એટલે કે પોતાના સ્વભાવ તરફનો વિચાર છે, લક્ષ છે તો તેનો જન્મ સફળ છે, તો એને બાહ્ય ક્રિયાનો આગ્રહ રાખવાની જરૂર નથી અને ક્રમે કરીને તે નિઃશ્રેયને પ્રાપ્ત થાય છે. એટલે કલ્યાણને પ્રાપ્ત થાય છે. જુઓ ! એ ક્રિયાકાંડી છે એટલે એને ક્રિયાથી એના પરિણામ ત્યાં ચોંટી જાય છે. એટલે શું થાય છે કે જીવને એક જાતનું શલ્ય રહી જાય છે કે જો હું આમ કરીશ તો મારું કલ્યાણ થશે. હવે એકલો ખાલી કોરો શુભભાવ હોય છે. એને એ ધર્મ અથવા ધર્મનું કારણ માની લે છે. અને એમ માનીને એ દર્શનમોહને તીવ્ર કરતો જાય છે. દર્શનમોહ એમાં તીવ્ર થાય છે. ગૃહીત