________________
પત્રાંક-૬૯૭.
૧૨૩ એકાદ એને પહોંચ લખી નાખો. તમારા કાગળો મળ્યા છે. હમણા પહોંચ લખી શકાય એવી પરિસ્થિતિ નથી એટલું તો જણાવી દઉં. એમ.
મુમુક્ષુ- પૂજ્ય ભાઈશ્રી – હા. બેય રીતે બેસી શકે. મુમુક્ષુ -... પૂજ્ય ભાઈશ્રી – હા બરાબર છે. એ ન્યાય પણ ઉતરે છે. બરાબર છે.
મુમુક્ષુ :- આ પત્ર ઘણા દિવસે..
પૂજ્ય ભાઈશ્રી :- અચ્છા. અષાઢ સુદ ૫ થી અષાઢ વદ ૮, બરાબર અઢારમાં દિવસે જવાબ આપ્યો છે. અને એ અઢાર દિવસની વચ્ચે જુદા જુદા મુમુક્ષઓના ઘણા પત્રો આવી ગયા છે. બરાબર છે. નહિતર બે-પાંચ દિવસે અઠવાડિયે એક કાગળ હોય. અઢાર દિવસે આ બંને પત્રો લખ્યા છે. પછી સીધો શ્રાવણ સુદ ૫ લખ્યો છે.
અહીંયાં તો એ વિચાર આવ્યો છે કે આત્માને મૂળ જ્ઞાનથી ચલાયમાન કરી નાખે એવા પ્રારબ્ધને વેદતા. એટલે એવો પ્રારબ્ધનો ઉદય તીવ્ર છે કે એવા ઉદયમાં તો આત્મજ્ઞાન પણ ચલીત થઈ જાય. એ વખતે પુરુષાર્થ તીવ્ર હોય છે, સહજપણે તીવ્ર હોય છે. એવા તીવ્ર પુરુષાર્થના કાળમાં “આવો પ્રતિબંધ...” એટલે પત્ર લખવાનો જે વિકલ્પ તે પ્રારબ્ધને ઉપકારનો હેતુ થાય છે, એટલે જે ઉદય છે એને એ ઉપકારનો હેતુ થાય છે. ઉદયની અંદર એની અસર છે. અમારા પરિણામની અંદર તો અમે ભિન્ન જ પડેલા છીએ. એમ કહેવું છે.
મુમુક્ષુ :-... પૂજ્ય ભાઈશ્રી :- હા, પોતાની સ્થિતિ. મુમુક્ષુ :-
પૂજ્ય ભાઈશ્રી :- હા. તો એ પોતા ઉપર ઉતારવી એ ઠીક રહેશે. બરાબર છે.
અને કોઈક વિકટ અવસરને વિષે એક વાર આત્માને મૂળજ્ઞાન વમાવી દેવા સુધીની સ્થિતિ પમાડે છે એમ જાણી...” એવા કોઈ વિકટ પ્રસંગને વિષે, એવા “કોઈક વિકટ અવસરને વિષે એક વાર આત્માને