________________
૧૬૦
રાજહૃદય ભાગ-૧૪
પણ એ પરમાણુ પોતે જ કેટલાક જીવોની કાયા છે. એટલે એને પૃથ્વીકાય કહેવામાં આવે છે.
કહે છે કે એ ‘અપ્રકાયિક જીવોનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ હોવાથી વિશેષપણે સામાન્ય જ્ઞાને તેનો બોધ થવો કઠણ છે.' એનો વિશેષપણે બોધ થવામાં સામાન્યજ્ઞાન કામ ન કરે. છતાં આ ષદર્શનસમુચ્ચય’ નામનો ગ્રંથ ‘હરિભદ્રાચાર્ય'નો છે. એમણે વાંચ્યો છે. એમાં ૧૪૧, ૧૪૨, ૧૪૩ પાના ઉપર એ સ્વરૂપનો કાંઈક વિસ્તાર કર્યો છે ત્યાંથી તમે વિચારી લેજો એમ કહે છે. પોતે પછી વિસ્તારથી ઉત્તર નથી આપ્યો.
‘૩. અગ્નિ અથવા બીજા બળવાન શસ્ત્રથી અકાયિક મૂળ જીવ નાશ પામે, એમ સમજાય છે. અત્રેથી વરાળાદિરૂપે થઈ જે ઊંચે આકાશમાં વાદળારૂપે બંધાય છે, તે વરાળાદિરૂપે થવાથી અચિત થવા યોગ્ય લાગે છે, પણ વાદળારૂપે થવાથી ફરી સચિતપણું પામવા યોગ્ય છે. તે વરસાદરૂપે જમીન ૫૨ પડ્યે પણ સચિત હોય છે. માટી આદિની સાથે મળવાથી પણ તે સચિત રહી શકવા યોગ્ય છે. સામાન્યપણે અગ્નિ જેવું માટી બળવાન શસ્ત્ર નથી, એટલે તેવું હોય ત્યારે પણ સચિતપણું સંભવે છે.' હવે પાણીની અંદર એ પાણી અચેત ક્યારે થાય ? તો કહે છે, અગ્નિથી એને ગરમ કરવામાં આવે ત્યારે પાણી અચેત થાય. એટલે આપણે ત્યાં જે ઉકાળેલું પાણી પીવામાં આવે છે એને અચેતપાણી કહે છે એનું કારણ એ છે. એ એક જ એવું શસ્ત્ર છે કે જેને લઈને તે સચેત મટીને અચેત થાય છે. એટલે ત્યાં તે જીવોનો નાશ થાય છે. એટલે તો બીજા લોકો પ્રશ્ન કરે છે કે તમે તો પહેલા પાણીના જીવોને પાણી ગ૨મ કરીને મારી નાખો છો અને પછી પાણી પીવો છો તો હિંસા તો પહેલા તમે કરો છો. એના કરતા તમે પીવો એટલું પાણી વપરાય અને બાકીનું પાણી એમનેએમ રહી જાય. તમે તો એકસાથે ઘણું પાણી ઉનું કરી રાખો છો. એટલા જીવોનો પહેલા નાશ કરી નાખો છો. પછી ક્રમે ક્રમે પીવું હોય એટલું પાણી પીવો. કાંઈ એક ઘડો પાણી એકસાથે તો પીતા નથી. માટે એવી રીતે નહિ કરવું જોઈએ. એમ દલીલ આવે છે.
પણ ઠંડા પાણીમાં વારંવાર જીવોની ઉત્પત્તિ થાય છે. અને એક વખત પાણીને ઉકાળતા એક વખત તો એ બધા જીવોનો નાશ થઈ જાય