________________
પત્રાંક-૭૧૪
૩૮૩ કહે છે, હજી નથી છોડ્યું. હજી છોડ્યું નથી પણ છોડવાનું અહંપણું ગ્રહણ કર્યું છે. એવું છે. અને આ જીવે અનંત વાર એ બધું કર્યું છે. પોતે પણ અનંત વાર એ બધું કર્યું છે, કરી ચૂક્યો છે. સાચે રસ્તે કોઈ દિ આવ્યો નથી.
મુમુક્ષુ :- અધ્યાત્મમાં ન આવ્યો.
પૂજ્ય ભાઈશ્રી – હા. આ બધી ગડબડ છે. એ તો “નરસિંહ મહેતાએ કહ્યું કે દાન દીધા. “શું થયું દાન દીધા થકી ? એમણે તો ઘણા બધા બોલ લીધા છે. જપ કર્યા, માળા કરી, તપ કર્યા, વ્રત કર્યા, ગંગા નાહ્યો. એમનામાં તો પછી બધું જે સંપ્રદાયમાં હોય એ પ્રમાણે બધા બોલ આવી જાય ને એની અંદર.
મુમુક્ષુ :- નિગોદ આદિ..
પૂજ્ય ભાઈશ્રી :- હા. એટલે નિગોદની અવસ્થા ઘટે છે, એમ કહે છે. કેવી રીતે ઘટે છે ? કે જો આ જીવ આત્માની વિરાધના કરે એટલે અધ્યાત્મ દૃષ્ટિનો વિષય થયો. આરાધના, વિરાધના એ બધા આધ્યાત્મિક દૃષ્ટિના વિષય થયા. જો જીવ આત્માની વિરાધના કરે તો નિગોદમાં ચાલ્યો જાય એ વાત બરાબર અધ્યાત્મિક દૃષ્ટિએ સિદ્ધ થાય છે. ઘટે છે. ઘટ્યમાન એટલે ઘટે છે. એમ લાગે છે.
મુમુક્ષુ :- બહુભાગ જીવો એમાં જાય.
પૂજ્ય ભાઈશ્રી :- હા. ઘણા જીવો જાય. કારણકે વિરાધના કરે છે. આત્માની વિરાધના બહુભાગ જીવો કરે છે.
મુમુક્ષુ – ખબર નથી કે વિરાધના કરે છે કે આરાધના કરે છે.
પૂજ્ય ભાઈશ્રી – એ તો તકલીફ છે. કરે છે વિરાધના અને માને છે આરાધના. આવી બધી ગડબડ મોટી છે. જગતમાં ચારે કોર અંધકાર વ્યાપેલો છે. ક્યાંક કોઈક જીવ મોક્ષમાર્ગી એકાદો કોઈ જીવ હોય ત્યાં એક પ્રકાશનું નાનું કિરણ છે. બાકી ચારે કોર અંધકાર વ્યાપેલો છે. હવે એ પ્રકાશને ખોજવા નીકળે તે દિ કામ આવે એવું છે. ગોતવા નીકળે તે દિ'.
જબુદ્ધીપાદિનું વર્ણન પણ અધ્યાત્મ પરિભાષાથી નિરૂપિત કર્યું લાગે છે. જ્યારે લોકનું નિરૂપણ પણ અધ્યાત્મિક દૃષ્ટિથી સિદ્ધ થાય છે ત્યારે જંબુદ્વીપ એટલે આ મનુષ્યક્ષેત્ર જેની અંદર છે એ પણ અધ્યાત્મ