________________
૯૮
રાજહૃદય ભાગ-૧૪
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણ છે, તથા બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત એ ચાર આશ્રમ છે.' એમના શાસ્ત્રોમાં. બ્રાહ્મણવર્ષે આ પ્રમાણે વર્ણધર્મ આચરવા એમ શ્રુતિ, સ્મૃતિમાં કહ્યું હોય તે પ્રમાણે બ્રાહ્મણ આચરે તો સ્વધર્મ’ કહેવાય, અને જો તેમ ન આચરતાં ક્ષત્રિયાદિને આચરવા યોગ્ય ધર્મને આચરે તો પરધર્મ' કહેવાય;...’ જેમકે પરશુરામ બ્રાહ્મણ હતા. ‘રામચંદ્રજી’ના વખતમાં થયા. પરશુરામ બ્રાહ્મણ હતા. અને એમનો ધર્મ તો બ્રાહ્મણને શિક્ષા, દીક્ષા આદિ આપવાનો હોય છે. પણ એમને કાંઈ અનુચિત દેખાણું તો કહે, ક્ષત્રિયોને મારી નાખો. પોતે વિદ્યાધારી હતા અને એ ફરશી લઈને નીકળતા. એ ફરશીમાંથી પરશુ થયું. અને રામના જ એને અવતાર ગણે છે. પાછો એ લોકોમાં ગોટાળો એ જાતનો છે. એ રામના જ બીજા અવતાર હતા. બધા ક્ષત્રિયોને નક્ષત્રિ કરી નાખું. આખી પૃથ્વીને (નક્ષત્રિ કરી નાખું). પોતે બ્રાહ્મણ હતા એટલે ક્ષત્રિય સામે કાંઈ વે૨ થઈ ગયું એમને. બધા ક્ષત્રિય રાજાઓ હોય એને જે ક્ષત્રિય હોય એને એક ફરશી મારે એટલે માથું ઉડાડી દે. એક જ ઘાએ ખલાસ થઈ જાય. એટલે આમ હિંસા-બિંસાનું બહુ કાંઈ એ જાતનો કોઈ View point કે દૃષ્ટિકોણ નથી. એટલે પછી નીકળી પડે છે. અનેકોના સંહાર કરી નાખે છે. પછી એ ફરતા ફરતા રામચંદ્રજી' પાસે આવે છે. ત્યાં થોભી જાય છે અને પછી એ ફરશી હેઠી મૂકી દે છે. આ ક્ષત્રિય હતા. અને બંનેને એ લોકો ઈશ્વરીય અવતાર માને છે. પણ રામચંદ્રજી' પછી છોડી દે છે. તો એમણે શું કર્યું ? કે બ્રાહ્મણ વર્ણના ધર્મમાં સ્વધર્મમાં એ વખતે નથી. રહ્યા. પરશુરામને એ વખતે સ્વધર્મમાં નથી રહ્યા એમ શ્રુતિ, સ્મૃતિ કહે છે. એમ કરીને પછી એ વિષયમાં ચર્ચા ચાલે છે. માટે રામચંદ્રજી' એમને સ્વધર્મમાં લઈ આવ્યા કે તમે અલબત વીરપુરુષ છો, બહાદુર પુરુષ છો. તમારું ઘણું સામર્થ્ય છે, તમે સમર્થ છો. પણ તમારે સ્વધર્મમાં રહેવું યોગ્ય છે. તમારે પરધર્મમાં રહેવું યોગ્ય નથી. માટે આ લડાઈ કરવી એ બ્રાહ્મણોનું કામ નથી. એમ કરીને ફરશી હેઠી મૂકાવી દે છે. એવી બધી ત્યાં કથા ચાલે છે.
મુમુક્ષુ :– ૫૨ ધર્મો ભયાવહ.
પૂજ્ય ભાઈશ્રી :– હા. ૫૨ ધર્મો ભયાવહ. સ્વધર્મે નિધનમ્ શ્રેયં,