________________
૧૮૬
ચજહૃદય ભાગ-૧૪ બહુ ગમી. સારું થયું, બરાબર પ્રસંગે વાત આવી છે. નહિતર એ સહેજે સહેજે થઈ જાય.
મુમુક્ષુ - થયા વગર રહે નહિ. પૂજ્ય ભાઈશ્રી :- સહેજે સહેજે થઈ જાય કે આપણે આ વખતે આપણા ઘરે પ્રસંગ હતો અને સારામાં સારા વાપર્યા છે. એ વિકલ્પ કરવા જેવો નથી. કેમ ? કે એમાં એમ લક્ષ રહેશે કે બીજા પણ જાણે છે કે મેં પૈસા ઘણા સારા વાપર્યા છે. સમાજમાં આપણી પ્રશંસા થવાની છે. તો એ નિંદા પ્રશંસા અર્થે (કોઈ પ્રવૃત્તિ કરવા જેવી નથી). અથવા કોઈ સારું કામ કરતા કોઈ નિંદા કરે. કોઈને અણગમો થાય. પોતે સારું કામ કરે અને બીજાને અણગમો થાય. એને નિદે. તો એટલા માટે કોઈ સારું કાર્ય છોડી દેવા યોગ્ય છે એ પણ વિચારવાન જીવને કર્તવ્ય નથી. ન તો પ્રશંસા અર્થે કાંઈ વિધિ-નિષેધ કરવા યોગ્ય છે, ન તો નિંદા અર્થે વિધિ-નિષેધ કરવા યોગ્ય છે. બેમાંથી એકે પ્રકારે કરવા યોગ્ય નથી.
મુમુક્ષુ – શું વિચારવું જોઈએ ?
પૂજ્ય ભાઈશ્રી - બસ ! પોતાનો મોહ છોડવાની વાત છે. આ ધનસંપત્તિ, પૈસા મારા નથી, મારો એના ઉપર અધિકાર નથી. પૂર્વકર્મના યોગે સંયોગ થયો છે તો વીતરાગમાર્ગના ઉદ્યોત અર્થે એનો કાંઈ ઉપયોગ થતો. હોય તો થાવ. પણ એમાં મારું કાંઈ કર્તવ્ય નથી. મેં કર્યું છે એ વાત નથી, હું આપું છું એ વાત નથી.
મુમુક્ષુ:- અત્યંતર વિચારવું જોઈએ ને?
પૂજ્ય ભાઈશ્રી:- હા, અત્યંતરમાં એના પ્રત્યેનું મમત્વ છોડવા માટે દાનની ક્રિયા (છે). શાસ્ત્રમાં દાનની ક્રિયાનું વિધાન છે. શા માટે છે ? કે એના ઉપરનું તારું મમત્વ ઓછું કરી નાખ. મમત્વ ઘટાડવા માટે એ વાત છે. આબરૂ વધારવા માટે એ વાત નથી. એના બદલે જીવને વિકલ્પ એ રહે કે આપણી છાપ સારી પડશે. ત્યાં એ દર્શનમોહને વધારે છે, મિથ્યાત્વને દૃઢ કરે, બીજું કાંઈ નથી.
મુમુક્ષુ – મમત્વ છોડવા માટે જ આ કરવું હોય તો સંગ્રહ કરવાનું તો પહેલેથી જ છોડી દેવું જોઈએ ને ?
પૂજ્ય ભાઈશ્રી :- વધારે સારું છે. મુનિરાજ શા માટે થઈ જાય છે?