Book Title: Raj Hriday Part 14
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 434
________________ પત્રાંક-૭૧૭ ૪૧૭ શક્યા. રાજકારણ ન છોડી શક્યા એટલે આત્માને જે જન્મ-મરણથી મુક્ત થવાનો માર્ગ છે એ માર્ગ પ્રાપ્ત કરવાનો જે અવસર હતો એ અવસર ચૂકી ગયા. હિન્દુસ્તાનમાં આવતા પણ જે એમને પ્રત્યક્ષ સમાગમ કરીને જે કાંઈ ધર્મની, આત્મહિતની Line પકડવી જોઈએ. એ પકડી ન શક્યા. અને બીજી બાજુના ખેંચાણમાં ખેંચાઈ ગયા). ખાસ કરીને રાજકારણમાં બહુ બીજો લાભ નથી થતો. અત્યારે લાભ ત્યે એ તો બધી ઘણી વિચિત્ર વાતો છે. પણ તે દિવસે તો લોકો દેશ માટે સમર્પણ કરતા હતા. એમાં તો ગાંઠનું ખાવાનું હતું. કાંઈ મેળવવાનું નહોતું. હોય એ દેવાનું હતું. સમર્પણ કરવાનું હતું. પણ એની સામે માન મળે. શું મળે ? જેનું સમર્પણ વધારે એને લોકો માન-સન્માન આપે. જુઓ ! આણે બધું આપી દીધું, આણે બધું અર્પણ કરી દીધું, આની અર્પણતા જુદી જાતની છે, આનો ભોગ ઘણો છે. દેશને સ્વતંત્ર કરવામાં આનો ઘણો ભોગ છે. એ જાતનું જે માન મળે, એ માનને લઈને એ પ્રવૃત્તિની અંદર જે સમય અને શક્તિ વેડફાય, એને લઈને આત્મહિત સાધી શકતા નથી. અને એમાં પછી સામે રાજનીતિમાં તો પ્રપંચ હોય એટલે અહીંયાં પણ એને પ્રપંચ કર્યા વિના ચાલે નહિ. એ પરિસ્થિતિ છે. મુમુક્ષુ:- . પૂજ્ય ભાઈશ્રી – હા. કોઈ બાકી નહિ. ગુરુદેવ' તો કાંઈ કાચું ન રાખે. મુમુક્ષુ:- ... પૂજ્ય ભાઈશ્રી :- હા, એ કાંઈક એવું... ભૂલી ગયો એક વાત. ગુરુદેવ' એવું કાંઈક બોલેલા. મુમુક્ષ :- પરનું કાંઈ કરી શકું.. પૂજ્ય ભાઈશ્રી – પરનું કાંઈ કરી શકું, દેશનું કાંઈ કરી શકું, બીજાનું કાંઈ કરી શકે એ મૂંઢ છે. અને ગાંધીજી' એ વાંચન પછી ઘરે જઈને કીધું કે આ સ્વામીજીએ મૂંઢ કીધુ એ મને કીધું, હોં ! આ મુંઢ મને કીધું હતું. બીજાનું કરી શકે એમ માને એ મૂંઢ છે, એ મારા ઉપર કીધું હતું. એમ થોડી ચર્ચા કરી. પણ એટલું અંદરથી લાગ્યું ન હોય. નહિતર માણસ છોડી દે. અરેરે. આવી ભૂલ મારાથી ન થવી જોઈએ. એટલી બધી અંદરથી

Loading...

Page Navigation
1 ... 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450