________________
૫૬
રાજહૃદય ભાગ-૧૪ વિશેષણ લગાવ્યું છે. જેનું હોનહાર નિર્વાણપદમાં આવવાનું છે એટલે એમને મહાભાગ્ય ગણવામાં આવે છે.
“તે મહાભાગ્યનો આશ્રય કર્યોજે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ,...” ગઈ. ભલે સમ્યગ્દર્શન ન થયું. પણ શું થયું? કે અનેક પ્રકારના મિથ્યા અભિપ્રાય અને મિથ્યા આગ્રહની મંદતા થઈ ગઈ. તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. એનો આશ્રય રહી જાય, અભિપ્રાયમાં, ભાવમાં ચાલુ રહી જાય અને ભલે દેહ છૂટી જાય. જ્ઞાનીપુરુષને ઓળખ્યા છે એ નિર્વાણપદમાં આવવાનો છે, આવવાનો છે ને આવવાનો જ છે. આ વાત સ્પષ્ટ છે.
મુમુક્ષુ - મિથ્યાઆગ્રહની મંદતા થાય તો ગુરુનો આશ્રય માન્યો કહેવાય કે નહિ?
પૂજ્ય ભાઈશ્રી :- ઓળખાણ થઈ હોય તો. કેમકે મિથ્યા આગ્રહની મંદતાના પણ ભેદ-પ્રભેદ વિશેષ છે, ઘણા છે. કોઈવાર મંદ થાય અને પાછા તીવ્ર પણ થઈ જાય. પણ જો જ્ઞાનીપુરુષની ઓળખાણ થઈ હોય તો ત્યારથી વાતમાં ફેર પડે છે. અથવા જીવના પરિણમનમાં જે ફેર પડે છે એ ત્યારથી ફેર પડે છે. એટલે તો એમણે એને એક નંબરનું સમકિત કીધું છે. ૭૫૧માં એને એક પ્રકારનું સમકિત એવું નામ આપ્યું છે.
મુમુક્ષુ જ્ઞાનીની ઓળખાણ એક નંબર......?
પૂજ્ય ભાઈશ્રી :- જ્ઞાનીપુરુષની ઓળખાણ થાય તો. અને પત્રક) ૧૯૪માં તો એમણે સ્પષ્ટ કહ્યું કે, જેને જ્ઞાની પુરુષની ઓળખાણ થાય તે અવશ્ય જ્ઞાની થાય. જેને જ્ઞાની પુરુષની ઓળખાણ થાય તે અવશય જ્ઞાની થાય. એ વાત એમણે કરી છે. પત્ર મળી જાય તો જોઈએ.
મુમુક્ષુઃ–પાનું–૨૫૯.
પૂજ્ય ભાઈશ્રી – ૨૫૯, ૧૯૪મો પત્ર છે. એમાં તો છે ને કે તેની સમ્યફપ્રતીતિ આવ્યા વિના સત્યસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, બીજી લીટીમાં. જ્ઞાનીપુરુષના ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યકુપ્રતીતિ.... એટલે ઓળખાણ. સાચી ઓળખાણ. એના ‘વિના સસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આબેથી.” એટલે એવી સાચી ઓળખાણ થયેથી “અવશય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની