________________
૧૭૭
પત્રાંક-૭૦૨ સમ્યગ્દષ્ટિસ્વરૂપપણે ન જાણ્યા હોય તો તેનું આત્મપ્રત્યયી ફળ નથી, પરમાર્થથી તેની સેવા-અસેવાથી જીવને કંઈ જાતિભેદ થતો નથી. એનો એ રહે છે. કોઈ જાતિફેર પડતો નથી. માટે તે કંઈ સફળ કારણરૂપે જ્ઞાનીપુરુષે સ્વીકારી નથી, એમ જણાય છે.'
મુમુક્ષુ – આમાં પ્રવચનસારની 20મી ગાથાનો સાર આવી ગયો.
પૂજ્ય ભાઈશ્રી :- હા. આવી ગયો. એટલે ઓળખાણ બહુ મોટી વાત છે. બહુ મોટી વાત છે.
શું કહે છે અહીંયાં? “ક્વચિત્ માંડ પરિચય થયેલ એવો પરમાર્થ તે એક ભાવ; અને નિત્ય પરિચિત નિજકલ્પનાદિ ભાવે રૂઢિધર્મનું ગ્રહણ એવો ભાવ, એમ ભાવ બે પ્રકારના થઈ શકેરૂઢિધર્મમાં આવેલા જીવો મૃત્યુ સમયે યથાર્થ પરિણામને પામી શકતા નથી. મોટા ભાગના બેશુદ્ધ થઈ જાય છે. પરિણામ એટલા બધા બગડી જાય છે કે કાં તો વેદનાને લઈને અને કાં તો મમત્વની તીવ્રતા થઈ જાય કે આ બધું મારે છોડી દેવું પડશે. હવે મારે ચાલ્યા જવું પડશે અને આ બધું મૂકી દેવું પડશે. તીવ્ર દુઃખી થઈને બેશુદ્ધ થઈ જાય છે.
સદ્ધિચારે યથાર્થ આત્મદષ્ટિ કે વાસ્તવ ઉદાસીનતા તો સર્વ જીવ સમૂહ જોતાં કોઈક વિરલ જીવને ક્વચિત્ ક્વચિત્ હોય છે. શું કહે છે ? કે આત્મકલ્યાણનો વિચાર તે સદ્વિચાર છે. સ્વરૂપપ્રાપ્તિનો વિચાર તે સદ્વિચાર છે. વિચાર એટલે અભિપ્રાયસહિત, હેતુસહિત, ધ્યેયસહિત. અથવા યથાર્થ આત્મદષ્ટિ એટલે સમ્યગ્દષ્ટિ, અથવા વાસ્તવ્ય ઉદાસીનતા એટલે આ સંસારમાં કાંઈ સાર નથી. કોઈ સુખનું કારણ નથી. ક્યાંયથી સુખ મેળવી શકાય એવી પરિસ્થિતિ છે જ નહિ. એકાંતે દુઃખનું જ કારણ છે. એમ જાણતા એ પ્રત્યે ઉદાસીન થાય. અથવા સ્વરૂપલાભ લેવાની જિજ્ઞાસામાં એ પ્રકારના ઉદયભાવોનો રસ, જે-તે પ્રકારના ઉદયભાવોનો રસ ફિક્કો પડી જાય એવી કોઈ વાસ્તવિક ઉદાસીનતા, સાચી ઉદાસીનતા આવે તો એવો પ્રકાર “સર્વ જીવ સમૂહ જોતાં કોઈક વિરલ જીવને ક્વચિત્ ક્વચિત્ હોય છે; આખો જીવનો સમૂહ જોઈએ છીએ ત્યારે આવો તો કો’ક જ જીવ નીકળે એવું દેખાય છે.
અને બીજો ભાવ અનાદિ પરિચિત છે, તે જ પ્રાયે સર્વ જીવમાં