________________
૧૨૨
રાજહૃદય ભાગ-૧૪ પુરુષાર્થને નહિ, હોં ! એ તો પ્રતિબંધ છે, પ્રારબ્ધને ઉપકારનો હેતુ થાય છે. કદાચ પ્રારબ્ધને મોળું પાડશે. એટલે શું છે કે પ્રવૃત્તિમાં છે તો મુમુક્ષુઓને તે પોતાનો સમય નથી દઈ શકતા. તો એ પ્રવૃત્તિરૂપ પ્રારબ્ધનો ઉદય છે. એટલે અશુભ કર્મના ઉદયમાં એ પરિસ્થિતિ છે. અને જો શુભ પ્રારબ્ધનો ઉદય હોય તો નિવૃત્તિ આવશે. શુભકર્મના બંધનથી નિવૃત્તિ આવે છે. તો એ પ્રવૃત્તિને નિવૃત્તિ તોડશે. એટલે પ્રારબ્ધને એ ઉપકારભૂત થશે. અમારે તો પ્રવૃત્તિમાં એક જ કામ કરીએ છીએ હવે.
અત્યારે જે પુરુષાર્થે ચડ્યા છીએ એમાં તો સામે ગમે તે આવે નહિ. એવી રીતે તલવારને હમણે છે કે સામે ગમે ઈ હોય નહિ પછી. પછી જે સામે આવશે એનું માથું કપાઈ જશે. એટલે એ પોતે તો બરાબર લાગી ગયા છે. પણ એ પુરુષાર્થ કરતા કરતા પણ જે દયાના પ્રતિબંધ આટલું જ કાર્ય કરવામાં આવે છે એ પ્રારબ્ધને ઉપકારનો હેતુ થાય છે. અમારે તો પ્રારબ્ધ સાથે અમથું પણ લેવાદેવા નથી. એ તો છૂટા જ પડ્યા છે.
મુમુક્ષુ:- ...
પૂજ્ય ભાઈશ્રી :- અમારા ચિત્તને વિષે મુંઝાવારૂપ. ના પણ ખરેખર એમ નથી નીકળતું.
મુમુક્ષુ :--
પૂજ્ય ભાઈશ્રી :- હા. એવી રીતે ઉતાર્યું હશે. બરાબર છે. ચિત્તને સહેજપણ અવલંબન લેવાનું છે તે ખેંચી લેવાથી આર્તતા પામશે. એમ પણ થાય. ઉપર પણ એવી રીતે લઈ શકાય છે કે ચિત્તને સહેજ પણ અવલંબન લેવાનું છે એટલે કે થોડું પણ તમારું અવલંબન છે “સોભાગભાઈનું, એ ખેંચી લેવાથી ચિત્તમાં આર્તતા થશે. એટલે ચિત્તની દયા ખાઈએ છીએ ત્યાં. એમ પણ નીકળે છે. બેય રીતે અર્થ થાય છે. એ પણ થશે. બરાબર છે. એ તો બે રીતે અર્થ નીકળી શકાય. હવે એમના ભાવમાં શું છે એ જુદી વાત છે. અર્થ તો બે રીતે નીકળી શકે એવું છે. બરાબર છે. ખરું છે.
ઘણા પત્રોને માટે તેમ થયું છે, તેથી ચિત્તને વિશેષ મુઝાવારૂપ થશે.” એટલે કદાચ ચિત્તને એમ થાશે કે ઘણા પત્ર થઈ ગયા. હવે ક્યાં સુધી ઉત્તર નથી દેવો ? ક્યાં સુધી ઉત્તર નથી દેવો ? તો એમાં ચિત્તની દયા ખાધી છે. ચિત્તની દયા ખાધી છે કે એને હવે મુંઝાવા દેવું નથી. ચાલો