________________
પત્રાંક-૭૧૩
૩૬૭
વિચ્છેદ ગયા છે એટલે અત્યારના જે જૈનસૂત્રો છે. સૂત્રો એટલે શાસ્ત્રો. જે શાસ્ત્રોમાં વિગત છે એ પદોને સૂત્રો કહેવામાં આવે છે. તે હાલમાં છે તેનું સ્વરૂપ ઘણું અધૂરું જોવામાં આવે છે. અને તેથી કેટલાક વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. કેમકે અમુક વાત છે જ નહિ. વચ્ચેની કડીઓ ખૂટે છે. તો એ વિરોધ શાથી ટળે ?
તે દર્શનની પરંપરામાં એમ કહ્યું છે કે વર્તમાનકાળમાં કેવળજ્ઞાન ન હોય,...' અત્યારે જે આગમો રહ્યા છે એમાં એ વાત કહી છે. દિગંબરશ્વેતાંબર બંનેમાં. કે વર્તમાનમાં કેવળજ્ઞાન ન હોય, અને કેવળજ્ઞાનનો વિષય લોકાલોકને દ્રવ્યગુણપર્યાયસહિત સર્વ કાળપરત્વે જાણવાનો માન્યો છે તે યથાર્થ દેખાય છે ?” વર્તમાન જિનાગમની અંદર આવું કેવળજ્ઞાનનું નિરૂપણ કર્યું છે તે બરાબર લાગે છે ? એમ કહે છે. કેમકે આટલી જ પ્રસિદ્ધિ કેવળજ્ઞાનની કરી છે. કેવળજ્ઞાનનું જે બીજું પડખું અધ્યાત્મનું છે એ ક્યાંક ક્યાંક દેખાય છે પણ અલ્પમાત્રામાં દેખાય છે. મુખ્યપણે તો લોકાલોકને જાણે તે કેવળજ્ઞાન એવો જ રૂઢિ અર્થ સમાજની અંદર પ્રચલિત છે.
અથવા તે માટે વિચારતાં કંઈ નિર્ણય આવી શકે છે કે કેમ ?” અને એ રીતે વિચારતાં એનો કાંઈ નિર્ણય થઈ શકે છે કે કેમ ? તેની વ્યાખ્યા કંઈ ફેર દેખાય છે કે કેમ ? અને મૂળ વ્યાખ્યા પ્રમાણે કંઈ બીજો અર્થ થતો હોય...' આ અધ્યાત્મદૃષ્ટિએ. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન.’ એ મૂળ વ્યાખ્યા. એ પ્રમાણે કંઈ બીજો અર્થ થતો હોય તો તે અર્થાનુસા૨ વર્તમાનમાં કેવળજ્ઞાન ઊપજે કે કેમ ?' અખંડ નિજસ્વભાવનું જ્ઞાન વર્તે કે કેમ ? જો વર્તતું હોય તો એને કેવળજ્ઞાન કહેવું કે ન કહેવું ? ચાંથી કેવી રીતે વાતને ઉઠાવી છે.
કેવળજ્ઞાન ઊપજે કે કેમ ? અને તે ઉપદેશી શકાય કે કેમ ?” અને એવું કેવળજ્ઞાન થઈ શકે, વર્તમાનમાં નિજ સ્વભાવનું અખંડ જ્ઞાન વર્તી શકે એવો જ્ઞાનનો ઉપદેશ દઈ શકાય કે કેમ ? તેમ જ બીજાં જ્ઞાનોની વ્યાખ્યા કહી છે તે પણ કંઈ ફેરવાળી લાગે છે કે કેમ ? અને તે શાં કારણોથી ?' બીજા ચાર જ્ઞાન. મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ. એની વ્યાખ્યા પણ એમને અધૂરી લાગે છે અને એમાં કાંઈ ફેર દેખાય છે તો