________________
૫૮
એટલી પાત્રતામાં આવ. આ ઉત્કૃષ્ટ પાત્રતાનો વિષય છે.
સત્પુરુષની ઓળખાણનો વિષય તો આપણે ઘણો ચાલ્યો. આ પત્ર ચાલી ગયો ને આપણે ? ૬ ૮૭. ૬૮૭ ઘણો ચાલ્યો. એ વિષય ઉપર એમનું બહુ વજન છે. કેમકે (પોતે) બહુ બહુ પરિશ્રમના અંતે જ્યારે કોઈ એક સત્પુરુષને ઓળખ્યા છે ત્યારપછી એ જ્ઞાનદશાને પામ્યા છે અને એમની Line આખી મોક્ષમાર્ગની (સાથે) અનુસંધાન થયું છે. આ ભવમાં પણ એમને ઘણું કરીને ‘સમયસાર’ જ નિમિત્ત પડ્યું છે. જેમ ‘ગુરુદેવ’ને ‘સમયસા૨’ નિમિત્ત પડ્યું છે, એમ ‘શ્રીમદ્જી’ને પણ ‘સમયસાર’ નિમિત્ત પડ્યું છે. એટલે એક જગ્યાએ એમણે લખ્યું છે કે, હે કુંદકુંદાદિ આચાર્યો' ! આપના વચનામૃતો આ પામરને સ્વરૂપ અનુસંધાન વિષે નિમિત્તભૂત થયા તે અર્થે આપને અત્યંત અત્યંત ભક્તિથી નમસ્કાર ! એ વાતનો એમણે પોતે ઉલ્લેખ કર્યો છે. એ ઉપરથી અનુમાન થાય છે કે અત્યારે આ ભવમાં કોઈ જ્ઞાની મળ્યા નથી. પણ એમને પૂર્વભવના સંસ્કાર તો હતા જ એટલે શાસ્ત્રથી પણ એ પામી ગયા.
એટલે એમ કહે છે. ‘અંબાલાલભાઈ’ અને પોતે વિદ્યમાન છે એટલે કહે છે, હવે આટલું ઓછામાં ઓછું થઈ જવું જોઈએ. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે,...’ તેનો એટલે દેહનો. પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રય પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.’ એટલે સમ્યગ્દર્શનને પામે. પહેલીવહેલી સ્વરૂપસ્થિતિ સમ્યગ્દર્શનને વિષે થાય છે.
મુમુક્ષુ :– ‘ગુરુદેવ’ આ વાત કરતા હતા. પૂજ્ય ભાઈશ્રી :– હા. સાફ વાત છે.
મુમુક્ષુ :– સંસ્કાર તો સારા લઈને આવ્યા હતા.
પૂજ્ય ભાઈશ્રી :– સંસ્કાર તો સારા લઈને જ આવ્યા હતા.
‘તમે તથા શ્રી મુનિ પ્રસંગોપાત્ત ખુશાલદાસ પ્રત્યે જવાનું રાખશો....' લખ્યું છે. પણ એનો આ ગ્રંથ ઉપરથી બહુ પરિચય મળતો નથી. એવા .. જવાનું રાખ્યું છે. મુનિ એટલે ‘લલ્લુજી’. ‘બ્રહ્મચર્ય, અપરિગ્રહાદિ યથાશક્તિ ધારણ કરવાની તેમને સંભાવના દેખાય...' એટલે તેમની ભાવના સારી દેખાય છે ‘તો મુનિએ તેમ કરવામાં પ્રતિબંધ નથી.’ એટલે જો એ બ્રહ્મચર્ય અને અપરિગ્રહાદિના કોઈ વ્રત કે બાધા લે તો મુનિએ એ બાધા આપવામાં
રાજહૃદય ભાગ-૧૪