________________
૩૯૯
પત્રાંક-૭૧૫ દર્શનમોહ મંદ પડીને જેણે દર્શનમોહનો અભાવ કર્યો છે. ત્યારે જે સ્વસંવેદનજ્ઞાન, અનુભવજ્ઞાન ઊપજ્યુ એને જ્ઞાન એવું નામ કહેવામાં આવે છે. કે જે જ્ઞાન દેહાદિથી ભિન્નપણે અનુભવરૂપ છે, રાગાદિથી ભિન્નપણે અનુભવરૂપ છે અને પોતે ઉપયોગસ્વરૂપી છે, જ્ઞાનસ્વરૂપી છે એવું અસ્તિથી પણ અનુભવરૂપ છે. એમ અસ્તિ-નાસ્તિથી જે અનુભવજ્ઞાન છે એ સદ્ગુરુના ઉપદેશ વિના પરિણમતું નથી. એટલી દર્શનમોહની મંદતા જ ન આવે, એમ કહે છે. ત્યાં સુધી દર્શનમોહની મંદતા જ ન આવે.
એટલા માટે એમણે ૭૫૧માં એ વાત લીધી છે કે આપ્તપુરુષની આજ્ઞા રુચિરૂપ સમ્યકત્વકેમકે જેના એ વચન છે, કેમકે એથી તો પોતે અજાણ્યો છે, વિષયથી અજાણ્યો છે. જ્યારે એ વિષયના કહેનારા કોઈ મળે છે, ત્યારે કહેનારને ઓળખે છે. એ જ એના નિશ્ચય સમ્યગ્દર્શનનું પ્રથમ ચિહ્યું છે. એ જીવને નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ થવાનું છે એનું પહેલું લક્ષણ આ છે કે એ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનું નિરૂપણ કરનાર પ્રત્યે એને ઓળખાણ આવીને બહુમાન આવે છે. એ એનું પહેલું લક્ષણ છે. ત્યારથી દર્શનમોહ ગળે છે અને પછી એ સ્વરૂપનિશ્ચયમાં આવે છે અને પછી સ્વરૂપાનુભવમાં આવે છે.
એમ જાણે સદ્દગુરુ ઉપદેશથી રે.” જ્ઞાનમાં એ વાત નાખી છે. સંક્ષેપમાં પણ પોતે કેટલો સમાવેશ કરે છે ! જે મહત્વનો મુદ્દો છે એ છૂટતો નથી. નહિતર ખાલી જ્ઞાનની જ વ્યાખ્યા કરવી હતી. પણ એની સાથે સદ્ગનો ઉપદેશ નાખી દીધો. “કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ.” હવે જે શાને કરીને જાણિયું રે...” જે સ્વરૂપ જાણ્યું. જ્ઞાન કરીને જ્ઞાનથી જે સ્વરૂપ જાણવામાં આવ્યું, અનુભવમાં આવ્યું. તેની વર્તે છે શુદ્ધ પ્રતીત...” એવો જ છું. અનુભવમાં આવી રહ્યો છે તેવો જ હું છું, એવી જે પ્રતીત વર્તે છે, શુદ્ધ પ્રતીત વર્તે છે. “કહ્યું ભગવંતે દર્શન તેહને રે... એને જિનેશ્વરદેવે શુદ્ધ શ્રદ્ધાને કહ્યું છે જેનું બીજું નામ સમકિત.” એને દર્શન કહો કે એને સમકિત કહો, એ બંને એક જ છે. પ્રતીતિ, સમકિત, દર્શન, શ્રદ્ધા આ બધા એક જ પર્યાયના વાચક શબ્દો છે.
જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. જેને જેમ આવી