________________
પત્રક-૬૯૬
૧૧૫
હવે જે મહાપુરુષો સંસારસમુદ્રને તરી ગયા એમની આ ત્રણ લીટીમાં ભક્તિ કરી છે. ‘સૂક્ષ્મસંગરૂપ અને બાહ્યસંગરૂપ દુસ્તર સ્વયંભૂરમણસમુદ્ર ભુજાએ કરી જે વર્ધમાનાદિ પુરુષો તરી ગયા છે, તેમને પરમભક્તિથી નમસ્કા૨ હો !' એ તીર્થંકરાદિ મહાપુરુષો સૂક્ષ્મ સંગરૂપ સ્વયંભૂરમણસમુદ્ર છે. આત્માને સૂક્ષ્મસંગ પણ ઘણો છે. એ તો એકાંતમાં વિચારણા કરવા બેસે ત્યારે ખબર પડે કે અંદરમાં કેટલા કેટલા વિચાર એને ઊગે છે. કેવી વિકલ્પોની ભૂતાવળ, એનો ક્યાંય અંત જોવામાં આવતો નથી. એટલા અનંત વિકલ્પો અનાદિકાળથી કરતો આવ્યો છે. એ અંતરંગ જે વિકલ્પોનો, રાગનો સંગ છે એને સૂક્ષ્મસંગ કહેવામાં આવે છે. એના વિષયભૂત જે બાહ્ય પદાર્થો છે, સંયોગો છે એ બાહ્ય સંગરૂપ સ્થૂળ છે. એ બાહ્ય કહો કે સ્થૂળ કહો, અંતર કહો કે સૂક્ષ્મ કહો. એ દુસ્તર છે. એનાથી છૂટું પડવું એ કઠણ છે એમ કહે છે. અને કઠણ છે કે નહિ એ તો છૂટા પડવાનો પ્રયત્ન કરે ત્યારે એને સમજાય જાય એવું છે કે કોઈ રીતે આ સંગથી છૂટું પડવું હોય તોપણ છૂટું પડી શકાતું નથી.
એવા કઠણ સ્વયંભૂરમણસમુદ્રને, ન તરી શકાય એવા સ્વયંભૂરમણસમુદ્રને માત્ર જે ભુજાએ કરીને તરી ગયા. શ્રદ્ધા અને જ્ઞાન, પુરુષાર્થ અને ચારિત્ર એવા સાધન તો આંગળીને વેઢે ગણાય એટલા છે. જેમ હાથ બે છે, પગ બે છે. તરે તો માણસ હાથ અને પગથી પાણીમાં ઢબે. એમ દર્શન-જ્ઞાન-ચારિત્ર અને પુરુષાર્થ બેને બે ચાર. સાધનમાં તો આટલું જ છે. આથી વધારે સાધન નથી. છતાં જે આવા સમુદ્રને તરી ગયા એવા જે વર્ધમાનાદિ પુરુષો...' તીર્થંકર મહાવીરસ્વામી'થી માંડીને જે કોઈ પુરુષો થયા ‘તેમને પરમભક્તિથી નમસ્કાર હો !’
એ સંસાર સમુદ્ર તરી ગયા એમને પણ સંસાર અવસ્થામાં ઉદય તો આપણા જેવા જ હતા. એ પણ કોઈ ગૃહસ્થને ત્યાં એમણે સંસારઅવસ્થામાં જન્મ લીધો છે, એમણે બાળપણ વિતાવ્યું છે, એમણે પણ યુવાની વિતાવી છે. એ જ ઉદયની અંદર પસાર થયા છે. છતાં પણ જે તરી ગયા તેને પરમ ભક્તિથી અમે નમસ્કાર કરીએ છીએ. હવે કેવી રીતે તરી ગયા એ વાત કરે છે, ચોખ્ખું કરે છે. અહીંયા પુરુષાર્થ ચોખ્ખો કર્યો છે પાછો. પોતે જે એકધારાએ પુરુષાર્થને વેદે છે, અનુભવે છે એ વાત