________________
પત્રાંક-૬૯૮
૧૩૧ જણાય છે. તેમ કાળ સમૂહરૂપે જોવામાં આવતો નથી. એવી રીતે નથી જણાતો. એક સમય વર્તી લય પામે ત્યાર પછી બીજો સમય ઉત્પન્ન થાય છે.” બધા સમયો એક સાથે નથી. વારા ફરતી ઉત્પન્ન થાય છે. તે સમય દ્રવ્યની વર્તનાનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ છે. કોઈપણ દ્રવ્યની જે વર્તના છે એનો જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ છે અને સમય કહેવામાં આવે છે.
હવે એકસાથે સર્વને જણાય છે એવી એમણે દલીલ આપી છે. એ સંબંધીનું સ્પષ્ટીકરણ આપે છે. સર્વજ્ઞના જ્ઞાન સંબંધીનું. અને સર્વજ્ઞનું જ્ઞાન ભૂત-ભવિષ્યની પર્યાયને કેવી રીતે જાણે છે એ પણ એમાંથી કેવળજ્ઞાનનું પ્રવર્તન છે, સ્વરૂપ છે એ પણ અહીંયાં એમના ઉત્તરમાં સ્પષ્ટ થાય છે.
‘સર્વજ્ઞને સર્વ કાળનું જ્ઞાન થાય છે એમ કહ્યું છે.” સર્વજ્ઞને સર્વ કાળનું જ્ઞાન થાય છે. સર્વ કાળનું જ્ઞાન કહો કે ત્રણે કાળનું જ્ઞાન કહો. તેનો મુખ્ય અર્થ તો એમ છે કે, પંચાસ્તિકાય દ્રવ્યપર્યાયાત્મકપણે તેમને જ્ઞાનગોચર થાય છે. પાંચ અસ્તિકાય છે એની સર્વ પર્યાયો અને બધા દ્રવ્યો એમને જ્ઞાનગોચર થાય છે. “અને સર્વ પયયનું જ્ઞાન તે જ સર્વ કાળનું જ્ઞાન કહેલું છે.' એ પાંચે દ્રવ્યોનું, સર્વ પર્યાયોનું જ્ઞાન તે જ સર્વ કાળનું જ્ઞાન છે એમ સમજવું.
એક સમયે સર્વજ્ઞ પણ એક સમય જ વર્તતો દેખે છે,” પ્રત્યેક સમયે વર્તતો સમય જ દેખે છે. “અને ભૂતકાળ કે ભવિષ્યકાળને વર્તતો દેખે નહીં,... અત્યારે વર્તતો નથી માટે વર્તતો દેખે નહિ. જો તેને પણ વર્તતા દેખે તો તે પણ વર્તમાનકાળ જ કહેવાય.” વર્તમાન. એ શબ્દ જ વર્તતો સૂચવે છે). એનો બીજો other word વર્તમાન એમ કહેવામાં આવે છે. વર્તમાન કહો કે વર્તતો કહો એક જ વાત છે.
મુમુક્ષુ:
પૂજ્ય ભાઈશ્રી – હા. એ તો વર્તતા પૂરતી વાત છે. એ વર્તતા સમય પૂરતી વાત છે.
મુમુક્ષુ - વર્તમાન પૂરતી વાત છે.
પૂજ્ય ભાઈશ્રી – હા. બાકી ભૂત-ભવિષ્યને જાણે છે એ વાત હજી નીચે કહેશે. એ પણ પોતે સ્પષ્ટીકરણ આપ્યું છે કે, “સર્વજ્ઞ ભૂતકાળને