________________
પત્રાંક-૭૦૧
૧૫૫
૩. અગ્નિ અથવા બીજા બળવાન શસ્ત્રથી અપકાયિક મૂળ જીવ નાશ પામે, એમ સમજાય છે. અત્રેથી વરાળાદિ રૂપે થઈ જે ઊંચે આકાશમાં વાદળાંરૂપે બંધાય છે, તે વરાળાદિ રૂપે થવાથી અચિત થવા યોગ્ય લાગે છે, પણ વાદળાંરૂપે થવાથી ફરી સચિતપણું પામવા યોગ્ય છે. તે વરસાદરૂપે જમીન પર પડ્યે પણ સચિત હોય છે. માટી આદિની સાથે મળવાથી પણ તે સચિત રહી શકવા યોગ્ય છે. સામાન્યપણે અગ્નિ જેવું માટી બળવાન શસ્ત્ર નથી, એટલે તેવું હોય ત્યારે પણ સચિતપણું સંભવે છે.
૪. બીજ જ્યાં સુધી વાવવાથી ઊગવાની યોગ્યતાવાળું છે ત્યાં સુધી નિર્જીવ હોય નહીં, સજીવ જ કહી શકાય. અમુક અવધિ પછી એટલે સામાન્યપણે બીજ (અન્નાદિનાં) ત્રણ વર્ષ સુધી સજીવ રહી શકે છે; તેથી વચ્ચે તેમાંથી જીવ ચવી જાય ખરો, પણ તે અવધિ વીત્યા પછી તે નિર્જીવ એટલે નિબજ થવા યોગ્ય કહ્યું છે. કદાપિ બીજ જેવો આકાર તેનો હોય પણ તે વાવવાથી ઊગવાની યોગ્યતારહિત થાય. સર્વે બીજની અવધિ ત્રણ વર્ષની સંભવતી નથી; કેટલાંક બીજની સંભવે છે.
૫. ફ્રેંચ વિદ્વાને શોધેલા યંત્રની વિગતનું વર્તમાન બીડ્યું તે વાંચ્યું છે. તેમાં આત્મા જોવાનું યંત્ર તેનું નામ આપ્યું છે, તે યથાર્થ નથી. એવા કોઈ પણ પ્રકારના દર્શનની વ્યાખ્યામાં આત્માનો સમાવેશ થવા યોગ્ય નથી; તમે પણ તેને આત્મા જોવાનું યંત્ર સમજ્યા નથી, એમ જાણીએ છીએ; તથાપિ કાર્મણ કે તૈક્સ શરીર દેખાવા યોગ્ય છે કે કંઈ બીજો ભાસ થવા યોગ્ય છે, તે જાણવાની જિજ્ઞાસા જણાય છે. કાર્મણ કે તૈજસ્ શરીર પણ તે રીતે દેખાવા યોગ્ય નથી. પણ ચક્ષુ, પ્રકાશ, તે યંત્ર, મરનારનો દેહ, અને તેની છાયા કે કોઈ આભાસવિશેષથી તેવો દેખાવ થવો સંભવે છે. તે યંત્ર વિષે વધારે વ્યાખ્યા પ્રસિદ્ધિમાં આવ્યું પૂર્વાપર આ વાત જાણવામાં ઘણું કરીને