________________
પત્રાંક-૭૧૨
૩૬૧ જશે કે મારો અનુભવ આમ કહે છે, આ અનુભવથી જુદો પડે છે. કારણકે સત્યાસત્યનો વિષય માત્ર અન્ય દર્શન પૂરતો નથી રહેતો. એ તો સ્થૂળ સત્યાસત્યનો પ્રકાર છે. જેનદર્શનની અંદર પણ તમને જુદા જુદા ભલે વિદ્વાનો હોય પણ અજ્ઞાની હોય તો પણ તમને જુદો જુદો મત જોવા મળશે. મુમુક્ષુઓ પણ જ્યાં સુધી જ્ઞાનદશાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જુદો જુદો મત જોવા મળશે. તો તમે સત્યાસત્યનો નિર્ણય આનું ખોટું અને આનું સાચું, આનું ખોટું અને આનું સાચું કરવા જશો તો તમારું ચૂકાઈ જશો. એટલે એકવાર તમે તમારું ન ચૂક્યા વગર તમારું હિત કરી લ્યો. અને પછી સત્યાસત્યનો નિર્ણય કરશો તો તમે બરાબર કરી શકશો. પણ તમારા હિતનો નિર્ણય થયા વગર અને તમારા હિતના રસ્તે ચાલ્યા વગર પહેલા સત્યાસત્યનો નિર્ણય કરશો તો ભૂલા પડી જશો. એટલે ખરેખર તેમણે બચાવ્યા છે. સાચા રસ્તે ચડાવવા માટે અને બીજી રીતે ચડી જાય તો નુકસાનથી બચાવ્યા છે. નુકસાનીમાંથી બચાવ્યા છે. એમ કહીએ તો
ચાલે.
એટલે એ વિષયમાં એમની વિચારધારાનું ઊંડાણ ઘણું હતું. બહુ ઊંડાણ હતું. કે કોને કેટલો વિચાર કરવો જોઈએ, કોને એ દિશામાં ન જવું જોઈએ ? આ દિશામાં કોને ન જવું જોઈએ ? આ દિશામાં કોને ન જવું જોઈએ? કેમકે માણસ સહેજ Slip થઈ જાય છે પછી એને ઠેકાણે આવવું મુશ્કેલ પડે છે. અને આ તો હીરાનો વેપાર છે. Electronic balance જેવી વાત છે. જરા આઘુંપાછું થાય એટલે લાભ-નુકસાનનો મોટો સવાલ ઊભો થઈ જાય. એટલે બહુ તોળી તોળીને ચાલે. વિષયની ગંભીરતા ઘણી લીધી છે.
પત્રાંક-૭૧૨
આણંદ, ભા. વદ ૧૨, રવિ, ૧૯૫૨ કાગળ મળ્યો છે. “મનુષ્યાદિ પ્રાણીની વૃદ્ધિ સંબંધે તમે જે પ્રશ્ન લખેલ તે પ્રશ્ન જે કારણથી લખાયું હતું. તેનું કારણ તે પ્રશ્ન મળેલ તેવામાં સંભવ્યું હતું. એવાં પ્રશ્નથી આત્માર્થ સિદ્ધ થતો નથી,