________________
૧૦૨
રાજહૃદય ભાગ-૧૪ વર્ણાશ્રમધર્મને “સ્વધર્મ કહ્યો છે....... અને એ સહજાનંદસ્વામીએ સ્વીકાર્યો છે. મૂળ તો એ છપૈયાના હતા. કાનપુર પાસે છપૈયા ગામ છે. કનોજ-કાનપુર' છે ને ? “કનોજની બાજુમાં છપૈયા' કરીને ગામ છે. આવે છે. અત્યારે Milestone આવે છે. “કાનપુર' “કનોજ પહેલા આવે છે. છપૈયા આવે છે પછી ‘કાનપુર' આવે છે. ના, “કાનપુરથી પછી આગળ જતા “લખનૌ” Side આવે છે. એ મૂળ “છપૈયાના છે પણ ફરતા ફરતા આ બાજુ આવી ગયા. નાની ઉંમરમાં ઘર છોડીને નીકળી ગયા છે. ગોંડલમાં કોઈ વેદાંતી સંન્યાસી કે એવા કોઈ છે એના શિષ્ય તરીકે રહ્યા છે. પછી એમણે પોતાનો સ્વતંત્ર સંપ્રદાય સ્થાપ્યો છે. ત્યારપછી સ્થાપ્યો છે. પણ એ થોડું વેદાંતની વાત જે આવે છે એની અંદર એનું કારણ એ છે કે એ પોતે વેદાશ્રિત માર્ગમાં શિષ્ય તરીકે પહેલા રહેલા છે, સહજાનંદસ્વામી પોતે. એવો ઇતિહાસ છે. નામ કાંઈક બીજું હતું. સંસારનું નામ બીજું હતું.
મુમુક્ષુ – “ગઢડામાં ખાચર પરિવાર
પૂજ્ય ભાઈશ્રી :- એ એના ભક્ત હતા. કાઠી દરબાર, જે ખાચર કાઠી દરબાર છે એનો એ ગરાસ હતો. એટલે જમીન એક-બે-ચાર-પાંચ ગામ એવા અમુક ગામ હોય ને ? નાના નાના ગરાસિયાઓને તો થોડા થોડા ગામ હતા. એટલે એ બધા કાઠીદરબાર કાઠિયાવાડમાં એવા નાના નાના ઘણા રજવાડા હતા. કોઈની પાસે બે ગામ હોય, કોઈની પાસે પાંચ ગામ હોય, કોઈની પાસે ત્રણ ગામ હોય, કોઈની પાસે આઠ-દસ ગામ હોય. એવી રીતે કાઠી દરબારો હતા. એ એના ભક્ત હતા. ભગવાન તરીકે જ માનતા હતા. એવી પરિસ્થિતિ હતી.
વેદાશ્રિત માર્ગમાં વણશ્રમધર્મને “સ્વધર્મ કહ્યો છે, તે વર્ણાશ્રમધર્મને “સ્વધર્મ' શબ્દ સમજવા યોગ્ય છે;” અહીંયાં ઉપર જે સહજાનંદના વચનામૃતમાં એ વાત છે એમાં આ રીતે તમારે સમજવું. સ્વધર્મ એટલે આત્માનો ધર્મ એ વાત ત્યાં નથી. “અર્થાત્ સહજાનંદસ્વામીએ વર્ણાશ્રમધર્મને અત્રે “સ્વધર્મ શબ્દથી કહ્યો છે.” એમ તમારે સમજવું. “ભક્તિપ્રધાન સંપ્રદાયોમાં...” જોયું ? કેવા સંપ્રદાયો ? ભક્તિપ્રધાન સંપ્રદાયોમાં ઘણું કરીને ભગવદ્ભક્તિ કરવી એ જ જીવનો