________________
૧૫૬
રાજહૃદય ભાગ–૧૪
આવશે. હવાના પરમાણુઓ દેખાવા વિષેમાં પણ કઈક તેઓના લખવાની વ્યાખ્યા કે જોયેલા સ્વરૂપની વ્યાખ્યા કરવામાં પર્યાયાંતર લાગે છે. હવાથી ગતિ પામેલા કોઈ પરમાણુસ્કંધ વ્યાવહારિક પરમાણુ, કંઈક વિશેષ પ્રયોગે દૃષ્ટિગોચર થઈ શકવા યોગ્ય હોય તે) દૃષ્ટિગોચર થવા સંભવે છે; હજુ તેની વધારે કૃતિ પ્રસિદ્ધ થયે સમાધાન વિશેષપણે કરવું યોગ્ય લાગે છે.
પછી ૭૦૧ના પત્રમાં ધર્માસ્તિકાય અને એ સંબંધીનો અને કેટલાક બીજા પ્રશ્નોના ઉત્તર ચાલ્યા છે. “અમુક પદાર્થના જવા આવવાદિના પ્રસંગમાં.... આ નિવૃત્તિમાં આવ્યા છે ને ? ૨૯ વર્ષમાં શ્રાવણ મહિનાથી લગભગ આઠેક મહિનાથી નિવૃત્તિમાં આવ્યા છે તો હવે જુઓ ! જરા વિસ્તારથી ઉત્તર આપે છે. ઓલા તો ઉદયની સામે લડે છે ને ? એટલે બીજું કામ વચ્ચે એમને કરવું ફાવતું નથી. અત્યંતરદશામાં જે આપણે વિચારીએ છીએ એ વાત છે. અહીંથી બધા વિસ્તારથી ઉત્તર આપ્યા છે. અને અધ્યાત્મ સિવાય જાણવાના પ્રશ્નોના પણ ઉત્તર આપ્યા છે.
અમુક પદાર્થના જવા આવવાદિના પ્રસંગમાં ધર્માસ્તિકાયાદિના અમુક પ્રદેશ ક્રિયા થાય છે, અને જો એ પ્રમાણે થાય તો વિભાગપણું થાય, જેથી તે પણ કાળના સમયની પેઠે અસ્તિકાય ન કહી શકાય એ પ્રશ્નનું સમાધાન :- પ્રશ્રકારે પ્રશ્ન શું કર્યો છે કે જેમ કાળાણ ભિન્ન ભિન્ન પદાર્થોને વર્તનામાં ભિન્ન ભિન્ન કાળાણુઓ નિમિત્ત પડે છે. જે ક્ષેત્રે જે કાળાણ હોય, જેમકે આ લાકડાની અંદર જે પરમાણુ પરિણમે છે ત્યાં તે ક્ષેત્રે રહેલા કાળાણુઓનું નિમિત્તપણું છે. તો પછી ધર્માસ્તિકાયના જે ક્ષેત્રે જીવ કે પુદ્ગલની ગતિ થતી હોય તેને તે પ્રદેશનું નિમિત્ત પડે છે માટે એને જુદો વિભાગ પાડી દયો. આખું દ્રવ્ય એને નિમિત્ત પડે છે એમ ન કહો. કાલાણની માફક એને વિભાગ ગણો. એમાં પણ એને અનેક દ્રવ્યપણું ગણો. કે જે જે ક્ષેત્રે એના પ્રદેશો હોય તે જે ધર્માસ્તિકાયના, અધર્માસ્તિકાયના ભિન્ન ભિન્ન દ્રવ્યો છે. એમ કેમ ગણતા નથી ? એવો એક પ્રશ્ન ઉઠાવ્યો છે. પ્રશ્ન ઠીક છે, વ્યાજબી છે.