________________
પત્રાંક-૭૧૧
૩પપ અનાદિ અભિમત છે.' હવે જે પાંચ આસ્તિકદર્શન છે તે જગતને પણ અનાદિ રીતે માને છે. એના અભિમત જગત અનાદિથી છે. બૌદ્ધ, સાંખ્ય, જૈન અને પૂર્વમીમાંસાને અભિપ્રાય સૃષ્ટિકર્તા એવો કોઈ ઈશ્વર નથી.” જુઓ ! જેન પણ માનતા નથી, બૌદ્ધ પણ માનતા નથી. એવી જ રીતે સાંખ્ય અને પૂર્વમીમાંસકો પણ માનતા નથી.
મુમુક્ષુ - સાંખ્ય અને પૂર્વમીમાંસા વેદાંતનો પેટા ભેદ છે ?
પૂજ્ય ભાઈશ્રી :- હા. વેદાંતના બે પેટા ભેદ છે. અને છતાં એ ઈશ્વરને નથી માનતા. સૃષ્ટિકર્તા એવો કોઈ ઈશ્વર નથી માનતા. એ એક સર્વવ્યાપક એવા પરમબ્રહ્મને સ્વીકારે છે. અને એ બ્રહ્મની અંદર વિવર્ત થાય છે. જેમ પાણીની અંદર હવાથી મોજા થાય એમ બ્રહ્મની અંદર વિવર્ત થાય છે અને એ બ્રહ્મની અંદર વિવર્ત થતા સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે. એમ કહેવું છે. પણ એ તો બ્રહ્મ જ છે. એ વિવર્ત છે એ બ્રહ્મ છે. એટલે બ્રહ્મથી અન્ય કાંઈ નથી. માટે બીજી કલ્પના કરવી તે ભ્રમ છે. ભ્રમ એટલે કલ્પના છે.
મુમુક્ષુ - ઈશ્વર સિવાય બીજી કલ્પના નહિ.
પૂજ્ય ભાઈશ્રી :- ના. ઈશ્વરને એ માનતા નથી. એ એક પરમબ્રહ્મને માને છે. નિર્વિકાર, નિરાકાર, નિરંજન, નિરાકાર, નિર્વિકાર એવા પરમબ્રહ્મને માને છે. સર્વવ્યાપક બીજામાં લીધું છે. અને એમાં જે ચૈતન્ય છે, સચ્ચિદાનંદ બ્રહ્મ છે, એ એના જે વિવર્તી છે, ચૈતન્યના વિવર્તી છે, ચૈતન્યના વિવર્તી લીધા છે. એમાંથી એ લોકોએ સૃષ્ટિ આદિની ઉત્પત્તિ માની છે. જગતની ઉત્પત્તિ એમાંથી માની છે. પણ સુષ્ટિકર્તા એવો કોઈ ઈશ્વર નથી માન્યો.
નૈયાયિકને અભિપ્રાયે તટસ્થપણે ઈશ્વર કર્યા છે. આ નૈયાયિક માને છે અને એક યોગવાળા માને છે. નૈયાયિકને અભિપ્રાયે તટસ્થપણે ઈશ્વર કિર્તા છે. જ્યારે યોગને અભિપ્રાયે નિયંતાપણે ઈશ્વર પુરુષવિશેષ છે.” પેલા તટસ્થ કહે છે. તો (આ) કહે નહિ, આ કરે છે, નિયંત્રણ કરે છે. આખા જગતનું સંચાલન કરે છે. એની આજ્ઞા વગર એક પાંદડું ન હલી શકે. એવી રીતે માને છે. નૈયાયિકને અભિપ્રાયે તટસ્થપણે ઈશ્વર કર્યા છે. વેદાંતને અભિપ્રાય આત્માને વિષે...' એટલે ઉત્તરમીમાંસા “વેદાંતને