________________
૧૦૫
પત્રાંક-૬૯૬ પરાક્રમ જેણે કર્યું છે. આ સપુરુષોના પરાક્રમની વાત કરે છે. તરતા શીખ્યા હોય એને ખ્યાલ આવતો હશે કે હાથ હલાવતા-હલાવતા તરવામાં થાક કેટલો લાગે. સૌથી વધારે કસરત Swimming તરવાની છે. કેમકે એને આખા શરીરનું વજન ખેંચવાનું છે. બહુ તરીયો હોયને તો બે-પાંચ માઈલ તરે તો થાકી જાય. ગમે તેવો મોટો તરીયો હોય તો બે-પાંચ માઈલ તરે તો એને થાકી જાવુ પડે. સમુદ્ર કોઈ ન તરી શકે. આ તો અસંખ્ય યોજનનો સમુદ્ર છે. તો કહે છે, સપુરુષો એ પણ તરી ગયા અને એ ભુજાએ કરીને તરી ગયા. વહાણમાં બેસીને નહિ, એમ કહે છે. વહાણમાં બેસીને માણસ ગમે તેટલું તરી શકે. પણ હાથે કરીને તરી ગયા. હાથ વીંઝતા-વીંઝતા તરી ગયા. એ કયો સમુદ્ર ? સ્વયંભૂરમણસમુદ્ર.
દર્શનમોહનો સમુદ્ર છે, જે ત્રણે લોકના જીવો ઉપર સામ્રાજ્ય ધરાવે છે એવો જે દર્શનમોહ નામનો રાજા. એનું રાજ્ય એટલું પથરાયેલું છે કે ત્રણે લોકના પ્રાણીઓ એકલો આ મધ્યલોક નહિ, જેની અંદર દ્વિપ સમુદ્રો છે, વચલી પૃથ્વી નહિ, ત્રણે લોક. એની અંદર જેનું સામ્રાજ્ય છે. એટલો મોટો સમુદ્ર છે. સ્વયંભુરમણસમુદ્ર એની પાસે નાનો પડે. એને પણ ભુજાએ કરીને તરી ગયા. સાધન અલ્પ હતું તોપણ તરી ગયા, એમ કહે છે.
અવિરત સમ્યગ્દષ્ટિની પાસે સાધન શું ? કે સંયમ સાધન નથી. વ્યવહારમાં વ્રત સાધન નથી, વ્યવહાર સાધન નથી અને તરી ગયા એમ કહે છે. વહાણ હોય ને તરે એમાં શું નવાઈ છે ? એમ કહે છે. વગર સાધને તર્યા. ભુજાએ કરીને તરી ગયા. એનું પરાક્રમ કેવું ગણવું ? એમ કહે છે. જોયું ? અવિરત અવગુણ ન લીધો, અહીંયાં ગુણ લીધો. વિરતીનું સાધન હોય તો તો તરવામાં મદદ કરે. કહે છે કે વિરતીનું સાધન નથી ને તરી ગયા. એ તો ભુજાએ કરીને તર્યા છે. એનું પરાક્રમ કેટલું ? કે જબરદસ્ત પરાક્રમ છે !
મુમુક્ષુ - દર્શનમોહ...
પૂજ્ય ભાઈશ્રી:- હા. દર્શનમોહને નાશ કર્યો, દર્શનમોહના સમુદ્રને તરી ગયા એમ કહેવું છે.
ભુજાએ કરી જે સ્વયંભૂરમણસમુદ્ર તરી ગયા...' ભૂતકાળમાં.