________________
૪૧૦
રાજહૃદય ભાગ-૧૪ છોડીને આવ્યો ! કેટલું બધું હું છોડીને જંગલમાં આવી ગયો ! ત્યારે જ્ઞાની એમ કહે છે કે તું બધું સાથે લઈને આવ્યો છો. છોડીને નથી આવ્યો પણ પરિણામમાં સાથે લઈને જ આવ્યો છે. એ પરિસ્થિતિ થાય છે. ખબર નથી પડતી કે શું થયું એ.
મુમુક્ષુ - જ્ઞાનમાં જણાય ખરું ને? પૂજ્ય ભાઈશ્રી – શું જણાય જ્ઞાનમાં ? જ્ઞાનમાં શું જણાય? જણાય એટલે. ચોખ્ખું કરો તો કાંઈક સમજાય.
મુમુક્ષુ - આટલું બધું છોડ્યું, આટલું બધું ત્યાગું, આટલું...
પૂજ્ય ભાઈશ્રી – હા. આટલું બધું મેં છોડ્યું એ છોડવાનો અહંભાવ જ્ઞાનમાં જણાય છે ? મેં છોડવું એવો અહંભાવ જણાય છે ? તો એ અહંભાવમાં બધું રાખ્યું છે. અહંમ એટલે રાખવું. એ બધું એમાં રાખ્યું છે. છોડ્યું નથી પણ સાથે લેતો આવ્યો છે.
મુમુક્ષુ :- વિકલ્પની Tape આવ્યા જ કરે છે. - પૂજ્ય ભાઈશ્રી :- હા. એ ઉખળ્યા જ કરે છે. વિકલ્પની Tape ઉખળ્યા કરે છે. ખાણ છે. Tape હોય તો કલાકે-બે કલાકે પૂરી થાય. આ તો ખાણ છે. ખાણમાંથી નીકળ્યા જ કરે છે. ખોદ્યા કરો એટલે નીકળ્યા જ કરે. એનું કોઈ તળિયું જ દેખાતું નથી. એવી છે. ખાસ કઈ છે ? એ બધા વિકલ્પ અજ્ઞાનની ખાણમાંથી આવે છે. વિકલ્પ એટલે કલ્પના.
એટલે જ સ્વરૂપનિશ્ચયમાં નિર્વિકલ્પ સ્વરૂપની એટલી મહત્તા ભાસે છે... કે અન્ય ભાવની મહત્તાને લઈને એના વિકલ્પો છે. શેને લઈને વિકલ્પો છે ? એની મહત્તાને લઈને એના વિકલ્પો છે. એ મહત્તા પહેલીવહેલી ખોવાનો અવસર સ્વરૂપનિશ્ચયના કાળમાં છે. સ્વરૂપની એટલી મહત્તા આવે છે કે એ બધી મહત્તા એકવાર ઊડી જાય છે. એટલે આગળ જઈને એ વિકલ્પ શાંત થવાનો અવસર આવે છે. નહિતર વિકલ્પ કોઈ રીતે મટી શકે જ નહિ એવી પરિસ્થિતિ છે. એ ૭૧૬ (પત્ર પૂરો) થયો.